Home »Lifestyle »Travel» Wayanad A Hill Station In Kerala

2100 મીટરની ઉંચાઇ પર આવેલું હિલ સ્ટેશન, વેકેશન માટે છે બેસ્ટ

Divyabhaskar.com | Apr 27, 2017, 00:30 AM IST

  • કેરળનું હિલ સ્ટેશન, વાયનાડ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃકેરળમાં 700 મીટરથી 2100 મીટરની ઉંચાઇ પર એક સુંદર હિલસ્ટેશન છે વાયનાડ. તેનો ઇતિહાસ 18મી સદી જૂનો છે અને અહીં વેદ ટ્રાઇબના રાજાઓએ શાસન કર્યુ હતું. અહીં લગભગ 885.92.sq. કિમી એરિયામાં ઘટ્ટ જંગલો છે અને તમને ગ્રીન રંગના ઘણાં શેડ્સ જોવા મળી જશે. ચોમાસા બાદ અહીંનું વાતાવરણ વધુ સુંદર બની જાય છે. જાણો આ સ્થળ વિશે... 
- બેંગ્લોરથી 250 કિમીના અંતરે આ સ્થળ પર અનેક ટૂરિસ્ટ પોઇન્ટ્સ છે, એડાક્કલ ગુફાઓ, ઝરણાં, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી લેક, આઇલેન્ડ, વાંસના જંગલ, ચા ફેક્ટરી અને મંદિર. 
- અહીં ક્યાકીંગ, ટ્રેકિંગ, બોટિંગ, જીપ લાઇન, રૉક ક્લાઇંબિંગ જેવી એડવેન્ચરસ ગેમ્સ પણ કરાવવામાં આવે છે. 
- અહીંની કેટલીક ગુફાઓથી ખ્યાલ આવે છે કે, આ સ્થળ હ્યુમન સિવિલાઇઝેશનની શરૂઆતથી અહીં મોજૂદ છે. 
- અમ્બુકુથીમાલા પહાડોની એડાક્કલ ગુફાઓ વિશે કહેવામાં આવે છે કે ભગવાન શ્રીરામના સંતાનો કુશ-લવએ પત્થરો પર તીર મારીને તેને બનાવી હતી. 
- વાયાલનો અર્થ ચોખા અને નાડનો અર્થ થાય છે જમીન, અહીં ચોખાની ખેતી સૌથી વધારે થાય છે તેથી તેનું નામ વાયનાડ પાડવામાં આવ્યું. 
- આ સિવાય અહીં કોફી, કાળા મરી, ચા અને મસાલાઓની પણ ખેતી થાય છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જાણો, અહીં ફરવાલાયક ક્યા ક્યા સ્થળો છે... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: wayanad a hill station in kerala
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended