Home »Lifestyle »Travel» Visit This Beautiful Heritage Places Near To Ahmedabad Known As Adalaj Ni Vav

ઐતિહાસિક મહત્વ ધરાવતી આ જગ્યા અમદાવાદમાં વન ડે પિકનિક માટે છે બેસ્ટ

divyabhaskar.com | Aug 16, 2016, 14:00 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પ્રાચીન સમયમાં પાણીના સંરક્ષણ માટે કેટલીય વાવ બનાવવામાં આવી હતી જેને કુઓ પણ કહેવામાં આવે છે. કેટલીક વાવ તો પોતાની સુંદરતા અને રહસ્યમયી કહાણીઓની સાથે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. આ વાવમાં એક છે ગાંધીનગર જિલ્લામાં સ્થિત અડાલજની વાવ.
અડાલજની વાવ, અડાલજમાં સ્થિત એક ઐતિહાસિક કુઓ છે, જેનું નિર્માણ રણવીર સિંહ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. કુઆમાં તે સમયની વાસ્તુકળાની છબિ અને દક્ષતા તમને સ્પષ્ટપણે જોવા મળી શકે છે. આ વાવ એટલી આકર્ષક છે કે તમે પ્રાચીન સમયમાં ખોવાઈ જશો. આ સ્થાપત્યકળાનું એક અદભુત ઉદાહરણ છે. તેની વાસ્તુકળામાં ભારતીય શૈલીઓની સાથે-સાથે ઈસ્લામિક શૈલીને પણ ખૂબ સારી રીતે દર્શાવવામાં આવી છે.
 
આ વાવ પાંચ માળની અને અષ્ટફલકીય બનેલી છે. વાસ્તુકળાનું આ અદભુત ઉદાહરણ 16 સ્તંભો પર ઊભું છે. અહીં સૂરજનો પ્રકાશ ખૂબ ઓછા સમય માટે અંદર સુધી પહોંચી શકે છે, એટલે તેની અંદરનો તાપમાન બહારના તાપમાન કરતા 6 ડિગ્રી ઓછો જ રહે છે. વાવની દીવાલો અને સ્તંભોમાં કેટલાંય દેવી-દેવતાઓની પ્રતિમાઓ બનાવેલી છે, જેની પૂજા કરવા માટે સવારે ગામના લોકો આવતા હોય છે. અહીંના લોકોનું કહેવું છે કે તેની દીવાલો પર બનેલી નવગ્રહોની પ્રતિમાઓ આ વાવની રક્ષા કરે છે. તેના પહેલા માળ પર લાગેલા આરસપહાણના પત્થરો પર લખેલા આલેખથી માલૂમ થાય છે કે તેને વર્ષ 1499માં રાણી રૂદાબાઈએ પોતાના પતિ રાજા રણવીર સિંહની યાદમાં બનાવ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આ વાવ સાથે જોડાયેલી કહાણી વિશે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: visit this beautiful heritage places near to ahmedabad known as adalaj ni vav
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext