Home »Lifestyle »Travel» Top 8 Beaches In Gujarat For Amazing Vacation And Holiday With Family

આ છે ગુજરાતના 8 પ્રસિદ્ધ દરિયા કિનારા જે આકર્ષે છે દેશી-વિદેશી પ્રવાસીઓને!

divyabhaskar.com | Aug 26, 2016, 18:42 PM IST

 
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પરિવારના સભ્યો સાથે કોઈ દરિયા કિનારે ફરવા જવાની ઈચ્છા થાય ત્યારે લોકોના મનમાં પહેલો વિચાર ગોવાના સુંદર દરિયા કિનારાનો જ આવતો હોય છે. ભારતમાં અન્ય એવા કેટલાય બીચ છે જ્યાં ગોવા જેટલી અત્યાધુનિક સુવિધાઓ નથી છતાં પણ પરિવાર સાથે દરિયાની સુંદરતા માણવાની યોજના બનાવી શકાય છે. આજે અહીં એવા જ કેટલાક દરિયા કિનારાની વાત કરવામાં આવી રહી છે જ્યાં તમે પરિવારની સાથે આરામથી ફરી શકો છો અને તેની સુંદરતાને માણી શકો છો.
 
 
દીવ
 
બીચ ડેસ્ટિનેશનમાં દીવની અલગ જ ઓળખ છે. તે દેશના અન્ય બીચની સરખામણીમાં વધારે સાફ અને સુંદર છે. જો તમે શહેરની દોડધામથી દૂર બીચ પર એકાંત માણવા ઈચ્છતા હોવ તો તે તમને દીવના બીચમાં જ મળશે. ગોવાની સરખામણીમાં અહીં ઘણા ઓછા લોકો આવે છે કારણ કે અહીંના બીચ વધારે ખતરનાક છે. આ બીચની ખાસિયત છે કે અહીં ટૂરિસ્ટ વર્ષ દરમિયાન કોઈ પણ સીઝનમાં આવી શકે છે.
 
કેવી રીતે પહોંચવું
 
ગુજરાત અને મહારાષ્ટ્ર સાથે દીવ સડક માર્ગે જોડાયેલું છે. અમદાવાદથી તે લગભગ 500 કિલોમીટરના અંતરે અને મહારાષ્ટ્રથી 1000 કિલોમીટરના અંતરે આવેલું છે. દીવમાં કોઇ રેલ્વે લિંક નથી. નજીકનું રેલ્વે સ્ટેશન વેરાવળ(90 કિલોમીટર) છે. નાગોઆમાં એરપોર્ટ છે. અહીંની એરલિંક મુંબઈ સાથે છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતના અન્ય સુંદર દરિયા કિનારા વિશે વિસ્તારમાં...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 8 beaches in Gujarat for amazing vacation and holiday with family
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext