Home »Lifestyle »Travel» Top 5 Destinations To Roam Around The World Alone

એકલા ફરવાના શોખીનોમાં પ્રસિદ્ધ છે આ 5 દેશો, શાંતિ+એકાંત માટે છે બેસ્ટ!

divyabhaskar.com | Sep 15, 2016, 16:10 PM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હરવા-ફરવાના શોખીન આ દુનિયામાં ઘણાય લોકો હશે. રજાઓ આવવાની હોય ત્યારે 15 દિવસ કે મહિના અગાઉ જ ફરવાની પ્લાનિંગ કરવા લાગતા હોય છે. ગ્રૂપ બનાવતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ફરવાનો તો ખૂબ શોખ હોય છે પણ ગ્રૂપમાં નહીં એકલા. આવા લોકો પોતાની રજાઓમાં શાંતિ અને એકાંત ઈચ્છતા હોય છે અને એટલે જ તેઓ એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે જ્યાં તેઓ એકલા જઈ શકે. જો તમે પણ દુનિયાભરમાં એકલા જ ફરવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને એવા 5 શહેરો વિશે જણાવીશું જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે, તો ચાલો જાણીએ દુનિયાના એવા 5 પાંચ શહેરો જ્યાં એકલા ફરી શકાય છે...
 
કૈલી કોલંબિયા
 
સાલસા પાટનગર તરીકે ઓળખાતું કોલંબિયાનું કૈલી પોતાની પાર્ટીઓ અને સેલિબ્રેશન માટે પણ પ્રસિદ્ધ છે. સાલસાના સેલિબ્રેશનમાં આખી રાત ડૂબ્યાં પછી સવારે જો કોલંબિયન કોફીની મજા માણવી હોય તો કૈલી તમારી રાહ જુએ છે. અહીંના ઝૂ, ચર્ચ અને બીચ ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર છે.
 
એકલા જવાનો ફાયદો
 
જો તમે કોલંબિયાના કૈલી શહેરમાં એકલા પ્રવાસ કરવા ઈચ્છતા હોવ તો તે ઉત્તમ જગ્યા છે. એક તરફ સાલસા અહીંની ખાસિયત છે તો કૈલી પ્રવાસીઓની દૃષ્ટિએ ઓછી ભીડવાળી જગ્યા છે. અહીં આવીને તમે શાંતિ અને સુકુનના પળો વિતાવી શકો છો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય શહેરો વિશે જ્યાં એકલા જઈ શકાય છે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 destinations to roam around the world alone
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended