Home »Lifestyle »Travel» Top 10 Indian Unknown Destinations

આ છે ભારતના 10 ગુમનામ પ્રવાસી સ્થળો, એકવાર ગયા વિના નહીં રહી શકો!

divyabhaskar.com | Aug 27, 2016, 00:10 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એક ટ્રાવેલર કાયમ જ મલ્ટિડાયમેશન વિચારધારા ધરાવે છે. કારણ કે એ જ્યારે પણ કોઇ સ્થળની યાત્રા કરે છે તો તેને એ સ્થળે એ તમામ વસ્તુઓ મળે છે, જેના અંગે તેણે કદાચ જ ક્યાંક વાંચ્યું હોય. તેમાંય વળી ભારત જેવા દેશમાં પ્રવાસની વાત આવે તો ખરેખર તેમાં કંઇક ખાસ હોય છે. કારણ કે ભારતમાં એવા ઘણાં સ્થળો છે જેની કલ્પના ક્યારેય કોઇએ નહીં કરી હોય.
 
ભારતના આ અજ્ઞાત સ્થળોના નામ ભાગ્યે જ કોઈએ સાંભળ્યાં હશે
 
ભારતની સભ્યતા અને સંસ્કૃતિ પોતાનામાં બેમિસાલ છે. આ જ કારણ છે કે આજે ભારતની ગણતરી એવા પસંદગીના દેશોમાં થાય છે જ્યાં દર વર્ષે દુનિયાભરના લાખો પર્યટકો આવીને પોતાનું વેકેશન એન્જોય કરે છે. આજે એકતરફ જ્યાં દેશમાં એવા ડેસ્ટિનેશન છે જે ખૂબ જ જાણીતા છે, તો બીજી તરફ દેશમાં એવા પણ સ્થળો છે જેના વિશે લોકો ઓછું જાણે છે. આ અજ્ઞાત ડેસ્ટિનેશન અંગે એક વાત જણાવી દઇએ કે તે અત્યંત સુંદર હોવાની સાથે સાથે અન્ય સ્થળોની સરખામણીમાં ખૂબ જ સસ્તા અને ભીડભાડથી પણ દૂર છે. આજે અહીં ભારતના એવા જ અજ્ઞાત ડેસ્ટિનેશન્સ અંગે વાત કરવામાં આવી છે, જેના નામ ભાગ્યે જ તમે સાંભળ્યા હશે.
 
ચિપલુન 
 
ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રત્નાગિરી જિલ્લામાં આવેલું ચિપલુન એક સુંદર સ્થળ છે. પિકનિક સ્પૉટ તરીકે ચિપલુનના જન્મની કહાણી ખૂબ રોચક છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચિપલુનને મિની પર્યટક કેન્દ્ર તરીકે વિકસિત કરવામાં આવ્યું છે. જે પણ ટૂરિસ્ટ્સ મુંબઇથી ગોવા જાય છે, તેઓ આ સ્થળની મુલાકાત ચોક્કસથી લે છે. પૂણે અને કોલ્હાપુરથી ચિપલુન ખૂબ જ સરળતાથી પહોંચી શકાય છે. ઉત્તર-દક્ષિણ રાજમાર્ગ પર વસેલું ચિપલુન પૂર્વ અને પશ્ચિમમાં અરબ સાગરના પશ્ચિમ ઘાટની વચ્ચે સ્થિત છે. સમુદ્ર તટની પાસે હોવાના કારણે અહીં વર્ષ દરમિયાન વાતાવરણ ગરમ અને ઠંડુ રહે છે. જો વાત અહીંના ટૂરિસ્ટ્સ સ્પોર્ટ્સની આવે તો અહીં એવું ઘણું બધું છે જે એક ટૂરિસ્ટ્સને મોહિત કરવા માટે પુરતું છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ભારતના અન્ય અજ્ઞાત સ્થળો વિશે જે સસ્તા અને સુંદર ટૂરિસ્ટ્સ ડેસ્ટિનેશન છે...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 10 Indian Unknown destinations
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext