Home »Lifestyle »Travel» 6 Places Of India Which Has Less Crowd Of Tourist

સાંસ્કૃતિક+ઐતિહાસિક મહત્વ ધરાવતી 6 જગ્યાઓ છે ટૂરિસ્ટની નજરોથી દૂર!

Divyabhaskar.com | May 08, 2017, 00:30 AM IST

  • સંદાકફૂ, દાર્જિલિંગ (ઝેરી વૃક્ષોના જંગલ)
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારત પહેલાથી જ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. માત્ર ભારતના જ નહીં બલકે દુનિયાના ખૂણે-ખૂણેથી પ્રવાસીઓ ભારતના ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવા આવતા હોય છે. ભારતમાં કેટલીક એવી ફરવાની જગ્યાઓ છે, જે આજે પણ પ્રવાસીઓની નજરથી બચી રહી છે. આ જગ્યાઓ એવી છે જે રોમાન્ચપ્રેમીઓને વધુ આકર્ષે છે, તો ચાલો જાણીએ ભારતની આ જગ્યાઓ વિશે...
 
સંદાકફૂ, દાર્જિલિંગ (ઝેરી વૃક્ષોના જંગલ)
સમુદ્ર તટથી 3,636 મીટરની ઉંચાઈ પર સ્થિત સંદાકફૂ ભારતના દાર્જિલિંગ શહેરમાં આવેલું છે. અહીં ખાસ કરીને ઝેરી વૃક્ષોની સાથે પહાડોની મજા માણી શકાય છે. અહીં એકોનાઇટના વૃક્ષો જોવા મળે છે. દાર્જિલિંગ અને સિક્કિમના રૂટ પર સંદાકફૂના સિંગાલીલા રેન્જ ટ્રેકિંગ માટે જાણીતી છે. આ માટે તેને પેરાડાઇઝ ઓફ ટ્રેકર્સના નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંથી એવરેસ્ટ, કંચનજંઘા, મકાલૂ અને લોત્સેની ઊંચી જગ્યાઓને પણ જોઈ શકાય છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરીને જાણો અન્ય ખાસ જગ્યાઓને વિશે વિસ્તારમાં...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Places Of India Which Has Less Crowd Of Tourist
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended