Home »Lifestyle »Travel» Visit This Famous Places Of The Kutchh

કચ્છના જોવાલાયક અને મહત્વના 7 ડેસ્ટિનેશન્સ, લો મુલાકાત

divyabhaskar.com | Aug 27, 2016, 14:54 PM IST

  • માંડવી બીચ
 
લાઇફસ્ટાઇલ ડેસ્ક: કચ્છનું રણ અનેક રીતે મહત્વ ઘરાવે છે. આ પ્રદેશની સાથે કેટલીક સારી તો કેટલીક નરસી યાદો પણ જોડાયેલી છે. જે રીતે ભૂકંપ બાદ આ પ્રદેશ ફરી જીવંત બની ગયો છે. હવે આ સ્થળ અનેક ગણું મહત્વ ધરાવે છે અને સાથે જ ટૂરિસ્ટમાં ફેમસ પ્લેસ બની રહ્યું છે. આજે અહીં કચ્છ અને તેની આસપાસના અન્ય જોવાલાયક સ્થળોની વાત કરાઇ રહી છે. 
 
માંડવી બીચ

ભુજથી માંડવી બીચ 59 કિ.મી થાય છે. જે ગોવાના બીચને ટકકર આપે તેવી સુંદરતા ધરાવે છે. સાથે વહાણ બાંધવાનો ઉધોગ પણ વિકસ્યો છે. માંડવી બંદર 450 વર્ષ જુનું છે. અહીં દરિયાકિનારે કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે બાજુમાં વિન્ડફાર્મ પણ છે. આ જ કારણ છે કે આ કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે. માંડવી બીચ ગુજરાતનો અને દેશનો એક માત્ર પ્રાઈવેટ બીચ છે. ઉનાળાના દિવસોમાં ગરમીથી બચીને દરિયાકિનારાના ઠંડા વાતાવરણમાં રહેવા માટે આવે છે. કુદરત પ્રેમીઓને માટે આ એક બેસ્ટ પ્લેસ ગણી શકાય છે. સુંદર સાગર કિનારો, ૨૦ જેટલી પવન ચક્કીઓ તથા સ્વામીનારાયણ મંદિર જોવાલાયક છે. અહીં ટૂરિસ્ટ ઊંટસવારીનો પણ આનંદ લઇ શકે છે. શિરવા, નાગલપુર તથા ભારપુર માંડવીની નજીક આવેલા ગામો છે. ટૂરિસ્ટને આકર્ષવાને માટે આટલી ખાસિયતો પૂરતી છે. માંડવી તેની સ્વાદિષ્ટ ડબલ રોટીની સાથે વહાણવટા માટે પણ પ્રખ્યાત છે. 
 
આગળની સ્લાઇડ પર ક્લિક કરો અને જાણો કચ્છની અન્ય પ્લેસને વિશે જે મહત્વની બની રહી છે
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: visit this famous places of the kutchh
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended