Home »Lifestyle »Travel» This Are The Top Most Places To See In India

7મા ક્રમે આવતા અમીર ગણાતા ભારતમાં આ છે ચોમાસામાં ફરવાના સ્થળો

divyabhaskar.com | Aug 24, 2016, 08:08 AM IST

  • કેશાડી ઘાટ, મહારાષ્ટ્ર
 
 
લાઇફસ્ટાઈલ ડેસ્ક:હાલમાં જ ન્યૂઝ એજન્સી પીટીઆઇએ 'ન્યૂ વર્લ્ડ વેલ્થ'એ દુનિયાના અમીર દેશોનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં ભારતની ઇન્ડિવિજ્યુઅલ વેલ્થ 5600 અરબ ડોલર એટલે કે લગભગ 3.75 લાખ અરબ રૂપિયા જણાવવામાં આવી છે. ટોપ 10 અમીર દેશોની આ લિસ્ટમાં ભારતનો ક્રમ સાતમો છે. તો આવો જાણીએ કે આ ભારતમાં કઇ ખાસ જગ્યાઓ છે જેને આપણે અચૂક સીઝનની મજા સાથે માણી લેવી જોઇએ.
 
 
ચોમાસાની સીઝન છે અને આ સમયે ભારતના જાણીતા અને ટૂરિસ્ટની પસંદ બની ચૂકેલા બીચ, ઝરણાં, ઘાટ અને કિલ્લાની વાત તો કરવી જ રહી. આ સીઝનમાં વરસાદી પાણી આ સ્થળોની સુંદરતાને ખૂબ જ વધારી દેતા હોય તેવું જોવા મળે છે. અહીં કેટલાક ખાસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશનની વાત કરવામાં આવી રહી છે. જે ભારતમાં ખૂબ જ જાણીતા બની ચૂક્યા છે. 
 
કેશાડી ઘાટ, મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના રાયગઢમાં આવેલું આ પ્લેસ ટૂરિસ્ટના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. સાવિત્રિના કિનારે આવેલું આ પ્લેસ એક ખાસ મહત્વ ધરાવે છે. અહીંથી મહાબળેશ્વર લગભગ 24 કિમીનું અંતર છે અને સાથે ત્યાંની મુલાકાત પણ લઇ શકાય છે. નેશનલ હાઇવે 17 પર આવેલું આ પ્લેસ ખૂબ જ ભયંકર અને ડરામણું ગણવામાં આવે છે. મુંબઇથી અહીં જવાને માટે 404 કીમીનું અંતર કાપવું પડે છે અને સાથે જ 8 કલાકનો સમય લાગે છે. વરસાદની સીઝનમાં અહીની લીલોતરીની મજા વધી જાય છે અને સાથે આસપાસની જગ્યાઓ પણ સુંદરતામાં વધારો કરે છે. આ સીઝનમાં અહીં બાઇકની મુસાફરી કરવાની અલગ જ મજા છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ભારતમાં ફરવા લાયક અને ટૂરિસ્ટની પસંદ બનેલી અન્ય ખાસ જગ્યાઓને વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This are the top most places to see in India
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended