Home »Lifestyle »Travel» A Cool Coastal Desert Extending For 1200 Milesalong The Atlantic Coast From Namibe In Angola

વિશ્વનું એકમાત્ર એવું સ્થળ જ્યાં રણ અને સમુદ્રનું થાય છે મિલન, આવો છે નજારો

Divyabhaskar.com | Apr 18, 2017, 12:19 PM IST

  • વિશ્વના સૌથી પ્રાચીન, વિશાળ રણમાંથી એક નામીબ રણ અને એટલાન્ટિક સમુદ્રના છેડાને મળે છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અત્યાર સુધી તમે દુનિયામાં એવા રણ વિશે સાંભળ્યું હશે અથવા જોયું હશે જ્યાં દૂર દૂર સુધી રેત જોવા મળે છે. માઇલો સુધી પાણીનું નામોનિશાન નથી જોવા મળતું. પરંતુ આજે અહીં એવા રણ વિસ્તાર વિશે વાત કરવામાં આવી છે, જ્યાં વિશ્વનું સૌથી પ્રાચીન અને વિશાળ નામીબ રણ અને એટલાન્ટિક સમુદ્રના છેડા મળે છે. 

દક્ષિણ આફ્રિકાના પૂર્વ નામીબિયામાં સ્થિત નામીબ રણ અંદાજિત 1,35000 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલું છે. વિશ્વનો એકમાત્ર તટીય સમુદ્ર જ્યાં દૂર દૂર સુધી ધુમ્મસ છવાયેલો રહે છે. દૂર દૂર સુધી સમુદ્ર અને રેત નામીબીયાનો આ નજારો રણની ઉપર જો ફ્લાઇટમાંથી જોવામાં આવે, તો તેની વાત જ કંઇક ઓર છે. જો ફ્લાઇટમાંથી આ નજારો જોવા મળે તો કુઇસેબ નદીના કિનારાની સાથે અહીંથી રેતીના ઢૂંવા દેખાય છે. તમારી નજર જ્યાં સુધી જશે ત્યાં સુધી સતત એટલાન્ટિક સમુદ્રનો છેડો અને રણ ફેલાયેલું જોવા મળશે. 
 
વિશ્વના સૌથી મોટાં રેતીના ઢૂંવા અહીં જ જોવા મળે છે. આ ઢૂંવાની લંબાઇ 325 મીટર છે, આ સિવાય અહીં ડ્યૂન 45 પણ છે જેને વિશ્વના ફોટોજેનિક ઢૂંવા કહેવાય છે. 
 
બે મોટાં રણ:નામીબિયામાં વિશ્વના બે સૌથી પ્રાચીન અને વિશાળ રણ મોજૂદ છે - કાલાહારી અને 80 મિલિયન વર્ષ જૂનું નામીબ રણ. અહીં વર્ષના 365 દિવસમાંથી 300 દિવસ સૂર્યની રોશની રહે છે. 

આગળની સ્લાઇડ્સમાં જૂઓ, આ સ્થળની સુંદરતાના નજારા... 
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ માટે કરવામાં આવ્યો છે)
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A cool coastal desert extending for 1200 milesalong the Atlantic coast from Namibe in Angola
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended