Home »Lifestyle »Travel» Love Waterfall In Shivpuri

Love Waterfall: અહીં સ્નાન કરવા આવે છે કપલ્સ, બ્રેકઅપના ડરથી મળે છે છુટકારો

divyabhaskar.com | Aug 05, 2016, 16:39 PM IST

  • શિવપુરીના ભદૈયા કુંડમાં બ્રેકઅપનો ડર દૂર કરવા માટે સ્નાન કરે છે કપલ્સ.
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃમોનસૂનમાં ઝરણાંમાં નહાવાની મજા તો બધા જ લેતા હોય છે, પરંતુ એક ઝરણું, કપલની વચ્ચે પ્રેમ વધારવા માટે પ્રસિદ્ધ છે. આ ઝરણાંનું નામ છે ભદૈયા કુંડ. સિંધિયા રિયાસતના સમર કેપિટલમાં આ ઝરણું છે જ્યાં બ્રેકઅપથી પરેશાન લોકો સ્નાન કરવા આવે છે. પંડિત અને બાબાઓ આપે છે આ કુંડમાં સ્નાન કરવાની સલાહ...
- કુંડમાં સ્નાન કરવા આવેલા કેટલાક કપલનું કહેવું છે કે તેમની વચ્ચે ખૂબ ઝઘડા થતા હતા, એવામાં તેમણે ગૃહશાંતિ માટે કોઈ પંડિતની સલાહ લેવી જરૂરી સમજી.
 
- એક પંડિતે તેમને અહીં સ્નાન કરવાની સલાહ આપી. આ ઝરણાંમાં સ્નાન કરવાથી કપલમાં પ્રેમ વધે છે કે નહીં એ કહેવું મુશ્કેલ છે, પરંતુ એક સાથે વિતાવેલી મોજ-મસ્તીની પળો તેમના ચહેરા પર મુસ્કાન ચોક્કસ લઈ આવે છે.
 
- એટલું જ નહીં પતિ-પત્નીની વચ્ચે ઝઘડો હોય તો લોકો સલાહ આપે છે ભદૈયા કુંદમાં સ્નાન કરીને આવો, બધુ ઠીક થઈ જશે.
 
- આ જ કારણ છે કે નવા પરિણીત લોકો સિવાય વૃદ્ધ દંપત્તિ પણ ભદૈયા કુંડમાં સ્નાન કરીને પોતાના વિવાદ દૂર કરતા જોવા મળે છે.
 
આશરે દોઢ સો વર્ષ જૂનો છે આ કુંડ
 
- આ કુંડ વિશે કહેવાય છે કે આશરે દોઢ સો વર્ષ જૂનો છે અને તેમાં ક્યારેય પણ પાણીની કમી નથી થતી.
 
- શિવપુરી સિંધિયા રિયાસતનું સમર કેપિટલ હતું. જ્યારે વરસાદ થાય છે તો પાણી શિખરોથી એક ઝરણાંના રૂપમાં બહાર પડે છે.
 
- આ વૉટર ફૉલનું પાણી એક મંદિરના ઉપરથી પડે છે અને એક કુંડમાં ભેગુ થાય છે.
 
- લોકોનું કહેવું છે કે વરસાદનું પાણી જે શિખરોથી થઈને કુંડમાં ભેગુ થાય છે તેના મિનરલ્સમાં જ કોઈ ચમત્કાર છે, જેનાથી પાણી ગુણકારી થાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જુઓ અન્ય તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Love waterfall in shivpuri
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext