Home »Lifestyle »Travel» Janki Temple, Nepal, Ram Sita Swayamvar

9 લાખમાં બન્યું છે આ ભવ્ય મંદિર, લગ્ન માટે ગણાય છે શુભ

Divyabhaskar.com | May 09, 2017, 14:45 PM IST

  • 4,800 sq એરિયામાં બન્યું છે આ સુંદર મંદિર
લાઇફસ્ટાઇલ ડેસ્કઃનેપાળના મિથિલા ક્ષેત્રમાં જનકપુર ધામ છે, જ્યાં જાનકી મંદિર આવેલું છે. સીતાજીના પિતા રાજા જનકે અહીં શાસન કર્યુ હતું. કહેવાય છે કે, સીતાજીનો સ્વયંવર આ જ મંદિરમાં થયો હતો. આ મંદિરની પાસે જ એક મંદિર છે 'રામ-સીતા વિવાહ મંડપ' જેમાં રામ અને સીતાના વિવાહ થયા હતા. કહેવાય છે કે, સીતાજી અહીં રહ્યા પણ હતા.
 
જાણો આ મંદિર વિશે... 

એક માન્યતા અનુસાર, રામાયણ કાળમાં રાજા જનકે અહીં શાસન કર્યુ હતું. આ મંદિર નવલખા મંદિરના નામે પણ ઓળખાય છે, તેના નિર્માણ પાછળ 9 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ મંદિર 1910 ઇ.માં બન્યું છે. અહીં એક સંન્યાસી સુરકિશોરદાસને 1657માં સીતા-માતાની ગોલ્ડન મૂર્તિ અને તેઓની તસવીરો મળી આવી હતી, તેથી આ સ્થળ પર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સુરકિશોરદાસે જનકપુરની શોધ કરી હતી. કહેવાય છે કે, રાજા જનકે જાનકીના સ્વયંવર માટે શિવ ધનુષ પણ અહીં જ રખાવ્યું હતું. 
 
આગળની સ્લાઇડ્માં જાણો, શું ખાસ મહત્વ છે આ મંદિરનું... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Janki Temple, Nepal, Ram Sita Swayamvar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended