Home »Lifestyle »Travel» Adventurous Trek To Harihar Fort Near Nashik

વિશ્વનો ખતરનાક ટ્રેકઃ શ્વાસ લેવા મુશ્કેલ બનાવશે ચઢાણ, ટોચ પર છે આવું

Divyabhaskar.com | Apr 16, 2017, 05:05 AM IST

  • આ પહાડનો સૌથી ઉંચો પોઇન્ટ 1120 મીટર પર છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃમહારાષ્ટ્રના નાસિકમાં કસારાથી 60 કિમીના અંતરે એક સુંદર પહાડ છે, જેના શિખર પર એક કિલ્લો છે. આ કિલ્લાને હર્ષગઢ નામથી ઓળખવામાં આવે છે. તેના ઉપર ચઢાણ દરેક વ્યક્તિ માટે સરળ નથી, કારણ કે કેટલાંક સ્થળોએ તેનું ચઢાણ 90 ડિગ્રી છે. હર્ષગઢના ચઢાણને હિમાલયન માઉન્ટેનિયર દુનિયાનો સૌથી ખતરનાક ટ્રેક ગણે છે. અહીં ચઢાણ રોમાંચક તો છે, પરંતુ દરેક પળે તમારાં શ્વાસ અટકી જાય તેટલું ખતરનાક પણ. જાણો શું છે આ સ્થળની ખાસિયત... 
 
- આ પહાડ વર્ટિકલ છે અને તેના ઉપર ચઢાણ માટે ખૂબ નાની નાની સીડીઓ બનાવવામાં આવી છે. નીચેથી તે ચોકોર દેખાય છે, પરંતુ તેનો શેપ પ્રિઝ્મ જેવો છે. 
- આ કિલ્લાનો એક વર્ટિકલ ડ્રોપ છે, જ્યાંથી તેના બેઝમાં બનેલું નિરગુડપાડા ગામ દેખાય છે. 
- તેના ઉપર સૌથી પહેલાં 1986માં ડગ સ્કોટ (હિમાલયન માઉન્ટેનિયર)એ ટ્રેકિંગ કર્યુ હતું. તેથી તેને 'સ્કોટિશ કડા' કહેવામાં આવે છે. તેઓને આ ટ્રેક કમ્પલિટ કરવામાં બે દિવસનો સમય લાગ્યો હતો. 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Adventurous Trek To Harihar Fort Near Nashik
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended