Home »Lifestyle »Travel» Matheran Is Deadliest And Smallest Hill Station In India

આ છે દેશનું સૌથી નાનું હિલ સ્ટેશન, ખતરનાક ખીણમાંથી પસાર થાય છે ટ્રેન

Divyabhaskar.com | Apr 15, 2017, 16:23 PM IST

  • ટૂરિસ્ટ્સને અહીં ટ્રાવેલ કરવા માટે ટોય ટ્રેનનો ઉપયોગ કરવો પડે છે, જે ઉંચા પહાડોના કિનારે ખતરનાક રસ્તામાંથી પસાર થાય છે
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં સ્થિત 'માથેરાન હિલ સ્ટેશન' વિશ્વના એવા સ્થળોમાંથી એક છે જ્યાં ખતરનાક રસ્તાઓ હોવાના કારણે કોઇ પણ પ્રકારની ગાડીઓ લઇ જવાની મનાઇ છે. ટૂરિસ્ટને અહીં ટ્રાવેલ કરવા માટે ટોય ટ્રેનનો ઉપયોગ કરવો પડે છે, જે ઉંચા પહાડોના કિનારે ખતરનાક રસ્તાઓમાંથી પસાર થાય છે.

- ઉલ્લેખનીય છે કે, ખીણના કિનારે ટ્રેન ચલાવનાર ડ્રાઇવરને અહીં ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે, જે ખૂબ જ સાવધાનીથી ટ્રેનને ખીણની પાસેથી લઇ જાય છે. 
- મુસાફરી પહેલાં ટૂરિસ્ટને પણ આ રૂટ પર સાવધાની રાખવાની ચેતવણી આપવામાં આવે છે. 
 
સર્પાકાર રેલ ટ્રેક 
માથેરાન પહોંચવા માટે મુંબઇની નજીક નેરુલ જંક્શનમાં બે ફૂટ પહોળી નેરો ગેજ લાઇન પર ચાલતી ટોય ટ્રેન સૌથી બેસ્ટ વિકલ્પ છે. જે લગભગ 21 કિમીનું અંતર નક્કી કરીને મુસાફરોને માથેરાન માર્કેટની વચ્ચે સ્થિત રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે. આ ટોય ટ્રેન દેશના સૌથી વળાંકવાળા રેલ ટ્રેન્ક પર ચાલે છે, જેનો ગ્રેડિયન્ટ 1:20 છે.

વરસાદમાં વાદળથી ઢંકાઇ જાય છે માથેરાન 
માથેરાનને દેશના સૌથી નાના હિલ સ્ટેશનનો દરજ્જો મળ્યો છે. આમ તો આખું વર્ષ માથેરાનમાં કુદરતી સુંદરતાના અદભૂત નજારાઓ જોવા મળે છે, પરંતુ જૂનથી ઓગસ્ટ એટલે કે ચોમાસાની ઋતુ સિવાય બાકી સમયમાં અહીંનું વાતાવરણ અનુકૂળ રહે છે. વરસાદની ઋતુમાં વાદળોની વચ્ચે દૂર-દૂર સુધીનો નજારો ઓછો જોવા મળે છે. સાથે જ અહીં, કાચી સડક હોવાના કારણે પડવાનો ભય પણ વધી જાય છે. તેમ છતાં ચોમાસાની અહીં અલગ મજા છે. વરસાદમાં અહીંના પહાડ વોટર ફૉલમાં બદલાઇ જાય છે. 

પોલ્યૂશન ફ્રી હિલ સ્ટેશન 
માથેરાનને પોલ્યૂશન ફ્રી હિલ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. મોટર કાર, પ્લાસ્ટિક બેગ્સ પર પ્રતિબંધ હોવાના કારણે અહીં પોલ્યૂશન નથી થતું. વળી, અહીં સવારી કરવા માટે ઘોડા, ખચ્ચર, હાથથી ખેંચવાની રિક્શા અને પાલખી ઉપલબ્ધ રહે છે. તમે પગપાળા પણ હિલ સ્ટેશનના નજારાઓ જોઇ શકો છો. 

20થી વધારે વ્યૂ પોઇન્ટ 
માથેરાનમાં જોવા માટે 20થી વધારે વ્યૂ પોઇન્ટ, સરોવર અને પાર્ક છે, જેમાં મંકી પોઇન્ટ, ઇકો પોઇન્ટ, મનોરમા પોઇન્ટ, સનરાઇઝ અને સનસેટ પોઇન્ટ મુખ્ય છે. લિટલ ચોક અને ચોક પોઇન્ટથી નવી મુંબઇની તરફથી ખૂબ જ સુંદર નજારાઓ જોઇ શકાય છે. 

કેવી રીતે પહોંચશો અહીં
માથેરાન પહોંચવા માટે તમારે મુંબઇ અથવા પૂણેથી નેરુલ માટે ટેક્સી લેવી પડશે. અહીં તમે મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી નેરુલ સ્ટેશન સુધી લોકલ ટ્રેનમાં પણ આવી શકો છો. નેરુલથી માથેરાન ટોય ટ્રેનથી જવામાં લગભગ બે કલાકનો સમય લાગે છે. અહીં સાડા સાત વાગ્યે સવારથી સાંજે અંદાજિત 6 વાગ્યા સુધી ટોય ટ્રેન ઉપલબ્ધ રહે છે. આ સ્થળ મુંબઇથી 90 અને પૂણેથી 120 કિલોમીટરના અંતરે આવેલું છે. 
 
આગળની સ્લાઇડ્સ પર જૂઓ માથેરાનના ખતરનાક રસ્તાઓની તસવીરો... 
 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Matheran is deadliest and smallest hill station in india
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended