Home »Lifestyle »Travel» Visit This Beautiful And Magical Chandra Taal Lake

પ્રાકૃતિક સૌંદર્ય અને એડવેન્ચર પસંદ કરતા કપલ માટે આ છે બેસ્ટ પ્લેસ!

Divyabhaskar.com | Feb 28, 2017, 00:05 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃફરવા માટે અનેક એવી જગ્યાઓ છે જે એડવેન્ચરની સાથે પોતાની સુંદરતા માટે પણ જાણીતી છે. અહીં જવું જેટલું મુશ્કેલ છે તેટલું જ મજેદાર પણ છે. આવી જ જગ્યા હૈમ્પટાની પાસે આવેલું ચંદ્રતાલ લેક છે જ્યાં બરફથી ઢંકાયેલા પહાડો, નદી અને ઝરણાંને જોવાની અલગ જ મજા છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ આ પ્લેસ વિશે વિસ્તારમાં...
 
ચંદ્રતાલ ટ્રેક
હૈમ્પ્ટાની પાસે કુલ્લુ અને લાહુલના પર્વતો આવેલા છે. હૈમ્પટાની પાસે ચંદ્રતાલની યાત્રા માટે પાંચ દિવસનો સમય લઇને જવું પડે છે. અહીંનું વાતાવરણ, ઊંચા પહાડોની સાથે પ્રાકૃતિક સુંદરતા પણ માણી શકાય છે.
 
ચિકા જવા માટે જોબરી નામનાં એક નાના ગામથી આગળ મનાલી જવું પડે છે. આ રસ્તો ત્રણ કલાકનો છે, તેમાં આખા રસ્તે હરિયાળીનો આનંદ લઇ શકાય છે. આ મુસાફરી નદીની પાસે નાઇટ કેમ્પમાં પૂરી કરાય છે. 14000 ફૂટની ઊંચાઈથી અહીંની સુંદરતાને માણી શકાય છે, આ એક અલગ અનુભવ હોઇ શકે છે. હૈમ્પટાની પાસે 26 કિમી.ના ટ્રેક પર ચારેય બાજુ બરફથી છવાયેલા પહાડો અને સાથે લીલોતરીથી ભરેલા જંગલો અને કલ-કલ કરતી નદીઓને જોતાં રસ્તો સરળતાથી કપાઇ જાય છે. 
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ચંદ્રતાલના પહાડો, ઝરણાં અને ત્યાં કેવી રીતે જશો તેના વિશે...
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Visit this beautiful and magical Chandra Taal Lake
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended