Home »Lifestyle »Travel» Romantic Places For Honeymoon

માત્ર 5 હજાર રૂપિયાની કિંમતથી શરૂ થતા પેકેજમાં, હનીમૂન માટે બેસ્ટ 8 પ્લેસ

Divyabhaskar.com | Apr 21, 2017, 00:30 AM IST

  • ગોવાના ક્લિયર બીચ અને સુંદરતા
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આગામી લગ્ન સિઝનમાં તમારાં લગ્ન છે અને તમે હનીમૂન પ્લાન કરી રહ્યા છો? તો તમારાં નવજીવનની શરૂઆત કોઇ સારાં સ્થળથી કરો. કપલ હનીમૂન અલગ જ પ્રકારે પ્લાન કરતા હોય છે, કોઇને રોમેન્ટિક સ્થળો પસંદ આવે છે તો કોઇને એડવેન્ચરસ ટ્રિપ. અહીં જાણો, ભારતના કેટલાંક એવા સ્થળો વિશે જ્યાં રોકાણનો ખર્ચ 5,000 જેવી નજીવી કિંમતથી શરૂ થાય છે. અહીં આપેલા લિસ્ટ પરથી તમે તમારી પસંદ અને બજેટ અનુસાર સ્થળ પસંદ કરી શકો છો. 
ગોવા
હનીમૂન માટે સ્થળોની પસંદમાં ગોવાનું નામ સૌથી પહેલાં આવે છે. બ્લૂ ક્લિયર વોટર, લશ ગ્રીન અને નેચરલ સીનિક બ્યુટી, બીચ, ચર્ચ, મંદિર, સુંદર આર્કિટેક્ચર, નાઇટ લાઇફ, ફિસ્ટ એન્ડ ફેસ્ટિવલ - ગોવામાં આ બધું જ છે. 
 
ફરવાલાયક સ્થળોઃ 
નોર્થન ગોવાના બીચ અરંબોલ અને કિવી ભીડથી દૂર રહેવા ઇચ્છતા કપલ્સ માટે બેસ્ટ છે. અર્વાલેમ ફૉલ, બેસિલિકા ઓફ બોમ જીસસ કેથેડ્રલ, નારોઆ રિવર કેટલાંક એવા પ્લેસિસ છે જ્યાં તમે ચોક્કસથી જવા ઇચ્છશો. જો તમે નાઇટ લાઇફ એન્જોય કરવા ઇચ્છતા હોવ તો ક્લબ કબાના, કેફે મામ્બો અને ટીટોઝ બેસ્ટ પ્લેસિસ છે, જ્યાંનું ક્રાઉડ, ફૂડ અને ડાન્સ ફ્લોર બધું જ સરસ છે. જો એડવેન્ચર્સમાં ઇન્ટરેસ્ટેડ હોવ તો પેરા સેલિંગ, રિવર ક્રૂઝ, ડોલ્ફિન વૉચિંગ અને વોટર બોટ રાઇડ્સ જેવા સ્પોટ્સ પણ અવેલેબલ છે. શોપિંગનો મૂડ હોય તો અંજૂના માર્કેટ બાર્ગેઇન માટે સારું સ્થળ છે.

બેસ્ટ ટાઇમઃ 
મિડ ડિસેમ્બરથી મિડ જાન્યુઆરી 
 
કેટલો આવશે ખર્ચઃ 
અહીં જવાનો ખર્ચ ઓછામાં ઓછો વ્યક્તિ દીઠ 5000થી 6000થી શરૂ થાય છે (ઓક્ટોબરથી માર્ચ સુધી) 4 દિવસ અને 3 રાત્રિનું હનીમૂન પેકેડ 9,350 રૂપિયા/ વ્યક્તિદીઠ શરૂ થાય છે. 

કેવી રીતે પહોંચશોઃ 
હવાઇમાર્ગઃ અહીંનું સૌથી મોટું એરપોર્ટ દાબોલિન (GOI) છે, અહીં તમામ મોટાં શહેરોથી ફ્લાઇટ્સ જાય છે. 
ટ્રેનઃમડગાંવ અહીંનું મોટું સ્ટેશન છે. ગોવા માટે એક્સપ્રેસ અને મંગલા લક્ષદ્વીપ એક્સપ્રેસ ટ્રેન્સ ચાલે છે. 
બસ દ્વારાઃમુંબઇથી ગોવા વોલ્વો બસ ચાલે છે, પરંતુ બસ પહોંચવામાં 14થી 16 કલાક લે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો ભારતના આવા જ અન્ય સ્થળો વિશે... 
(Travel Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Romantic Places For Honeymoon
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended