Home »Lifestyle »Relationship» Women Takes Care Of These Things For Balance Relationship

મહિલાઓનો આવો નેચર કરે છે પુરૂષોની આદત બગાડવાનું કામ, કરજો અવોઇડ!

divyabhaskar.com | Mar 08, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પુરૂષો ભલે એવું કહેતા અથવા દર્શાવતા ન હોય, પરંતુ પોતાના મોટાભાગના કામ માટે તે મહિલાઓ ઉપર નિર્ભર હોય છે. સવારની બેડ ટીથી લઈને રાતના સૂવા સુધીના તમામ કામ માટે તેમને પાર્ટનરની જરૂર હોય છે અને આ જરૂરિયાતો ધીમે-ધીમે આદતમાં બદલાઈ જાય છે. કેટલીક વખત રિલેશનશિપ માટે આ યોગ્ય માનવામાં નથી આવતું, એટલે કોશિશ કરો જવાબદારીઓને સાથે નિભાવવાની.
 
વસ્તુઓ જગ્યાએ ન રાખવી
 
પોતાના ગંદા જૂતા અને મોજાને ઘરમાં ક્યાંય પણ ઉતારવા, ભીનો ટૂવાલ બેડ પર રાખવો, ટીવીનું રિમોટ અને કુશન કવરને ક્યાંય પણ રાખી દેવું વગેરે પુરૂષોની આદતનો એક અગત્યનો ભાગ હોય છે. ઘરની મહિલાઓ, ઘરને સજાવી રાખવા માટે આ વિખેરાયેલી વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતી હોય છે. જૂતા-મોજાને તેની જગ્યાએ રાખે છે, જેનાથી તેને શોધવામાં વધુ પરેશાની ન થાય, પરંતુ પુરૂષોને આ વસ્તુઓની આદત પડતી જાય છે અને તેઓ બિંદાસ્ત થઈને ઘરને આવી જ રીતે વિખેરતા રહે છે.
 
બર્થ-ડે એનિવર્સરી યાદ ભૂલી જવી
 
પુરૂષો પાસે ક્યારેય એવી અપેક્ષા ન કરી શકાય કે તેમને બર્થ-ડે અને એનિવર્સરી ડેટ યાદ હોય. પોતાની જ નહીં તે પરિવારમાંથી પણ કોઈની બર્થ-ડે યાદ નથી રાખતા. આ વસ્તુઓ માટે તેઓ સંપૂર્ણપણે પોતાની જીવનસાથી ઉપર નિર્ભર હોય છે. તમારી આ સારી બાબત પણ પતિઓને બગાડવાનું કામ કરે છે.
 
Other habits:અપસેટ મૂડ સારું કરવું, વોર્ડરોબ ગોઠવવું, સ્વાદિષ્ટ અને ગમતું ભોજન બનાવવું, વસ્તુઓને વ્યવસ્થિત રાખવી, આર્થિક મદદ અને સુપરવુમનનો ખિતાબ
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પુરૂષોની અન્ય આદતો વિશે વિસ્તારમાં...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: women takes care of these things for balance relationship
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended