Home »Lifestyle »Relationship» Women Should Takes Care Of These Things For Balance Relationship

મહિલાઓના આવા સ્વભાવથી બગડે છે પુરૂષોનું વર્તન, તમે રાખો ખ્યાલ

Divyabhaskar.com | Apr 15, 2017, 05:05 AM IST

  • મોટાભાગના કામ માટે પુરૂષો મહિલાઓ ઉપર નિર્ભર હોય છે
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પુરૂષો ભલે એવું કહેતા અથવા દર્શાવતા ન હોય, પરંતુ પોતાના મોટાભાગના કામ માટે તે મહિલાઓ ઉપર નિર્ભર હોય છે. સવારની બેડ ટીથી લઈને રાતના સૂવા સુધીના તમામ કામ માટે તેમને પાર્ટનરની જરૂર હોય છે અને આ જરૂરિયાતો ધીમે-ધીમે આદતમાં બદલાઈ જાય છે. કેટલીક વખત રિલેશનશિપ માટે આ યોગ્ય માનવામાં નથી આવતું, એટલે કોશિશ કરો જવાબદારીઓને સાથે નિભાવવાની.
 
વસ્તુઓ જગ્યાએ ન રાખવી
પોતાના ગંદા જૂતા અને મોજાને ઘરમાં ક્યાંય પણ ઉતારવા, ભીનો ટૂવાલ બેડ પર રાખવો, ટીવીનું રિમોટ અને કુશન કવરને ક્યાંય પણ રાખી દેવું વગેરે પુરૂષોની આદતનો એક અગત્યનો ભાગ હોય છે. ઘરની મહિલાઓ, ઘરને સજાવી રાખવા માટે આ વિખેરાયેલી વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતી હોય છે. જૂતા-મોજાને તેની જગ્યાએ રાખે છે, જેનાથી તેને શોધવામાં વધુ પરેશાની ન થાય, પરંતુ પુરૂષોને આ વસ્તુઓની આદત પડતી જાય છે અને તેઓ બિંદાસ્ત થઈને ઘરને આવી જ રીતે વિખેરતા રહે છે.
 
સ્વાદિષ્ટ અને ગમતું ભોજન બનાવવું
પતિની ગમતી વાનગીઓ બનાવવાનું કામ માત્ર મહિલાઓ જ કરે છે, પુરૂષ તો આવું ક્યારેય નથી કરતા. શું માત્ર પુરૂષોના જ દિલનો રસ્તો પેટથી થઈને જાય છે મહિલાઓનો નહીં? ચોક્કસ મહિલાઓને હોમમેકર કહેવામાં આવે છે, પરંતુ એવું ક્યાંય નથી લખ્યું કે પુરૂષો રસોઈ નથી બનાવી શકતા. આ વસ્તુઓની  પતિઓને આદત ન પાડો અને ક્યારેક-ક્યારેક કિચનમાં તેમની મદદ પણ લો.
 
Other habits:અપસેટ મૂડ સારું કરવું, વોર્ડરોબ ગોઠવવું, સ્વાદિષ્ટ અને ગમતું ભોજન બનાવવું, વસ્તુઓને વ્યવસ્થિત રાખવી, આર્થિક મદદ અને સુપરવુમનનો ખિતાબ
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો પુરૂષોની અન્ય આદતો વિશે વિસ્તારમાં...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: women should takes care of these things for balance relationship
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended