Home »Lifestyle »Relationship» Know What Type Of Problems Single Women’S Have To Face

એકલી રહેતી મહિલાઓને નડે છે કંઈક આવી સમસ્યાઓ, રહેજો સાવચેત!

divyabhaskar.com | Aug 29, 2016, 09:05 AM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આપણાં દેશમાં એકલી રહેતી મહિલાઓનું જીવન ખૂબ જ અઘરૂ હોય છે. આમ તો લોકો એવું દેખાડતા હોય છે કે તેઓ ખૂબ જ આધુનિક છે, પરંતુ આજેય અમુક બાબતોમાં તેમના વિચારો સંકુચિત છે. જો કોઈ મહિલા અપરિણીત છે અથવા વિધવા છે તો લોકો તેમના માટે જાત-જાતની મુશ્કેલીઓ ઊભી કરી દેતા હોય છે, તેની ઉપર જાણતાં-અજાણતાં કેટલાય પ્રતિબંધો લાદી દેતા હોય છે.
 
સિંગલ વુમનનું જીવન હોય છે મુશ્કેલીઓથી ભરપૂર
 
આપણાં દેશમાં એક સિંગલ વુમનના જીવનમાં કેટલીય મુશ્કેલીઓ હોય છે, તેને કાયમ પોતાના પરિવાર ઉપર ભારણરૂપ જ માનવામાં આવે છે. તે કેટલીય સારી જોબ કેમ ન કરતી હોય, પરિવારના દરેક સભ્યોનું ગમે તેટલું ધ્યાન કેમ ન રાખતી હોય, પરંતુ તેને તેના જીવનને લગતા તમામ નિર્ણયો તેના પરિવારને ધ્યાનમાં રાખીને જ લેવા પડતા હોય છે, જ્યારે પુરૂષો સાથે એવું કંઈ નથી હોતું. તેઓ સિંગલ રહીને વધુ આઝાદ અને ખુશ દેખાય છે, તો ચાલો આજે જાણીએ આપણાં દેશમાં એકલી રહેતી મહિલાઓએ કેવી-કેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે...
 
પ્રેમ કરવો પાપ છે
 
જો કોઈ મહિલા સિંગલ હોય અને તેને કોઈની સાથે પ્રેમ થઈ ગયો હોય તો સમાજ માટે એ માત્ર એક હસીનું માધ્યમ છે. લોકો એવું વિચારતા હોય છે કે સિંગલ વુમનની અંદર કોઈ ભાવનાઓ નથી, તેને એક વ્યક્તિ તરીકે નથી માનવામાં આવતું, તેની અંદર કોઈ લાગણીઓ નથી હોતી... શું તેને પ્રેમ કરવાનો અધિકાર નથી? પરંતુ તેનાથી લોકોને કોઈ ફેર નથી પડતો. તેમના માટે સિંગલ વુમન પ્રેમ કર્યા બાદ આદર્શ મહિલાની વ્યાખ્યામાં ફિટ નથી બેસતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો એકલી મહિલાઓને કઈ-કઈ સમસ્યાઓ નડતી હોય છે...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know what type of problems single women’s have to face
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext