Home »Lifestyle »Relationship» How To Plan Kitty Party For Fun And Saving?

5 રીતે પ્લાન કરો કિટી પાર્ટી, મોજ-મસ્તીની સાથે બજેટ પણ રહેશે સચવાયેલું!

divyabhaskar.com | Mar 19, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કિટી પાર્ટી આજની મોડર્ન મહિલાઓની ઓળખ બની ચૂકી છે. એક સમય જે પંચાતો ઘરના ઓટલે બેસીને થતી હતી, તેને હવે કિટી પાર્ટી જેવું મોડર્ન નામ આપવામાં આવ્યું છે. એમાં પણ મેટ્રો શહેરની કિટી પાર્ટીઓ તો ખૂબ જ ભવ્ય બની ચૂકી છે. ઘરમાં કોઈ મોટો પ્રસંગ હોય એ રીતે કિટી પાર્ટીનું આયોજન થતું હોય છે. ઘરની સજાવટ, ખાણીપીણી, કપડાં, જ્વેલરી પાછળ અધધ રકમ ખર્ચાઈ જતી હોય છે. ક્યારેક તો આ આંકડો એટલો મોટો થઈ જાય છે કે પતિદેવ અથવા સ્ત્રીની પોતાની મહિનાભરની કમાણી તેમાં જતી રહે છે. એટલે જ બજેટ પર અસર પાડતી કિટી પાર્ટીનું આયોજન કરતાં પૂર્વે કેટલીક બાબતો દરેક મહિલાએ જાણી લેવી જરૂરી છે, જેથી મોજ-મસ્તીની સાથે બજેટ પણ સચવાયેલું રહેશે.
 
કુશળતાપૂર્વક આયોજન
 
કિટી પાર્ટીનું આયોજન એ કોઈ પ્રસંગ પાર પાડવા જેવા પડકારથી કમ નથી. આ આયોજનમાં મહિલાની સૂઝબૂઝની કસોટી થઈ જાય છે. પોતાના ઘરે કિટી પાર્ટીનું આયોજન કરતાં પૂર્વે જગ્યાથી માંડીને ખાણીપીણી વગેરે અંગેની યાદી તૈયાર કરી લેવી. જગ્યા મોકળાશભરી પસંદ કરવી. ઘરમાં રહેલાં ફર્નિચરને નવી રીતે ગોઠવીને પણ નવો લુક આપી શકાય છે. સજાવટની વસ્તુઓ પણ એવી લાવવી જેનો રીયુઝ કરી શકાય, જેથી ખર્ચ બચી શકે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો કિટી પાર્ટીમાં કેવી રીતે કરશો બચત...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: How to plan kitty party for fun and saving?
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended