Home »Lifestyle »Relationship» How To Handle Fights Between Husband And Wife

લગ્નજીવનમાં થતા વારંવારના ઝઘડાને ખતમ કરવા કદી ન ભૂલતા આ 6 વાત!

divyabhaskar.com | Sep 20, 2016, 19:08 PM IST

 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક દંપત્તી પોતાનું લગ્નજીવન આનંદ અને ઉલ્લાસમય વીતે એવું જ ઇચ્છે છે. એવા ઘણા ઓછા કપલ્સ હોય છે, જ્યાં પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડા ન થતા હોય. એમાં પણ આજના આધુનિક સમયમાં તો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તકરારનું પ્રમાણ વધી જાય છે. બાળકોની સાચવણીથી માંડીને આર્થિક પાસું, ઘરકામ, પરિવારના સભ્યો, એકબીજાની પસંદ-નાપસંદ જેવી અનેક બાબતોને લઈને તકરાર થતી રહે છે, પરંતુ જો આ તકરાર દરરોજ થતી હોય, તેનાથી એકબીજાની વચ્ચે અંતર આવી ગયું હોય, કડવાશ ઉત્પન્ન થઈ ગઈ હોય તો તમારે આ તકરારને બને એટલા જલ્દી ઉકેલવાની જરૂર છે. એકબીજાને સમજીને કેટલીક બાબતો ટાળવાથી આવા મોટા ઝઘડાઓમાંથી બચી શકાય છે.
 
દોષારોપણ ટાળો
 
પતિ-પત્ની વચ્ચે જે બાબતને લઈને ઝઘડો થાય છે તે વાતો હંમેશાં ટાળવી જોઈએ. એવાં કેટલાંય દંપતી છે,જેઓ ખૂબ નાની-નાની બાબતોને મોટું સ્વરૂપ બનાવી દે છે. એકબીજાના દોષ અને અવગુણોની ચર્ચા ટાળવી જોઈએ. જે બાબતોથી તમારા વચ્ચે પ્રેમ ન જળવાય, કડવાશ ઊભી થાય તેવી વાત કરવાનું ટાળવું એ જ સમજદારીભરી વાત છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો દંપત્તીમાં થતા વિવાદોને ઉકેલવા માટે શું કરવું જોઈએ...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: how to handle fights between husband and wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext