Home »Lifestyle »Relationship» 6 Things Not To Discuss With Partner After Engagement

સગાઈ પછી ભૂલથી પણ ન ડિસ્કસ કરો પાર્ટનર સાથે આ 6 અગત્યની વાતો!

Divyabhaskar.com | May 08, 2017, 05:05 AM IST

  • લગ્ન પહેલા પોતાની પર્સનલ વાતો જણાવવી

લાઇફસ્ટાઇલ ડેસ્કઃલગ્નને એક ખાસ બંધનની સાથે નાજુક બંધન કહેવું જરાય ખોટું નથી. આવું એટલા માટે કારણ કે વિચારો મળી જાય તો જીવન સરળતાથી હંસતા-રમતા વીતી જાય છે, પરંતુ જો બંનેના વિચારોમાં તફાવત હોય તો જીવનમાં કેટલાય પ્રકારની સમસ્યાઓ સર્જાય શકે છે. પહેલાના સમયમાં લગ્નની વાત ઘરના વડીલો કરતા હતા. તેમના સિવાય કોઈ અન્ય વ્યક્તિનો તેમાં હસ્તક્ષેપ નહોતો થતો જેનાથી વાત બગડવાની શક્યતાઓ ઘણી ઓછી રહેતી હતી, પરંતુ આજે એકબીજાને સમજવા માટે આપવામાં આવેલી છૂટ ઘણી વખત સગાઈ પછી પણ સંબંધો તૂટવાનું કારણ બની શકે છે. તો આજે આ વાતોને જાણીએ જે ભાવિ જીવનસાથી સાથે કરવાથી બચવું જોઈએ.
 
ખુલીને વાત કરવી
એકબીજાને જાણવા તથા સમજવા માટે દરેક મુદ્દે ખુલીને વાત કરવી ખૂબ જરૂરી છે, પરંતુ કેટલીક વખત આ વાતો તમારા સંબંધો ઉપર ભારે સાબિત થઈ શકે છે. લગ્ન પહેલા પોતાની પર્સનલ વાતો જણાવવી, તેમની પર્સનલ વાતો પૂછવી યોગ્ય નથી. તેથી સગાઈ પછી આ વાતો કરવાથી બચવું તમારા સંબંધો માટે હિતાવહ છે.
 
અફેર
લગ્ન પહેલા પોતાના જૂના સંબંધો અને અફેર વિશે ડિસ્કસ કરવું જોખમી સાબિત થઈ શકે છે. લગ્ન પછી થવાવાળા વાદ-વિવાદમાં પાર્ટનર આ વાતોને લઈને કૉમેન્ટ અથવા ઝઘડા કરે છે જે ઘણી વખત સહન નથી થઈ શકતું. તેથી તમારા પાર્ટનરને તમારા પહેલા અફેર વિશે ભૂલથી પણ ન કહેવું.
 
સગાઈ પછી કઈ વાતો કરવાથી બચવું જોઈએ, તેમના વિશે વિસ્તારમાં જાણવા આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 Things Not To Discuss With Partner After Engagement
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended