Home »Lifestyle »Relationship» 5 Proven Ways To Improve Your Relationship

મૃત થઈ ગયેલા સંબંધોમાં પણ ખીલશે પ્રેમ, અપનાવો આ 5 મેજિકલ ટિપ્સ!

divyabhaskar.com | Mar 17, 2017, 00:10 AM IST

લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ સંબંધને એકબીજા સાથે બાંધી રાખવા માટે એકબીજા પ્રત્યે પ્રેમ હોવો ખૂબ જરૂરી છે. તેમાં પણ લગ્નજીવનમાં પ્રેમ એ બે શરીરને એક આત્મામાં વિલીન કરી દે છે. ફક્ત પતિ માટે પત્નીનો કે પ્રેમી માટે પ્રેયસીનો પ્રેમ જરૂરી નથી. જીવનની દરેક અવસ્થામાં પ્રેમની જરૂર પડે છે. લગ્નજીવનને ટકાવવું હોય તો અમુક બાબતોની કાળજી રાખવી જરૂરી છે. સંબંધોને પ્રેમના સ્પર્શથી સુંવાળા કેવી રીતે રાખી શકાય તે જાણીએ...
 
મિત્રતા કેળવો
 
પ્રેમ એક કળા છે. એવું બધાં જ કહે છે, પરંતુ તે કળાને જીવનમાં કેવી રીતે ઉતારવી તે કોઈ જાણતું નથી. પ્રેમને ટકાવી રાખવાની પહેલી શરત છે મિત્રતા. તમારા પાર્ટનર સાથેના તમારા સંબંધોમાં મિત્રતા કેળવો. તમારા જીવનસાથી સાથે નરમાશ અને આદર સાથે તેની સારી બાબતોનાં વખાણ કરો. એક મિત્રની જેમ તેની સામે પારદર્શકતા જાળવો. ફક્ત શરીર પર રહેલા આવરણ દૂર કરવાથી સંબંધમાં પારદર્શકતા કે પરિપક્વતા આવતી નથી. તેના માટે એકબીજાના પૂરક બનો. સાચી વાત કહેવાનો આગ્રહ રાખો. તેની વાત સાંભળો, તેને સહકાર આપો અને એકબીજા સાથે હસતાં રહો.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો સંબંધોમાં પ્રેમ કેવી રીતે વિકસાવી શકાય...
 
(તસવીરોનો ઉપયોગ માત્ર પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
(Relationship Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 Proven Ways to Improve Your Relationship
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended