Home »Lifestyle »Health» Simple Dietary Changes That Can Help Your Thyroid Naturally

થાઈરોઈડના નુકસાનથી બચવા અને આ રોગને કંટ્રોલમાં રાખવા, ખાઓ 14 ફૂડ્સ

Health Desk, Ahmedabad | Mar 07, 2017, 10:58 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ થાઈરોઈડ ગ્રંથિની સમસ્યા આજે સામાન્ય રીતે ઘણાં લોકોમાં જોવા મળે છે. જોકે, થાઈરોઈડની સમસ્યા પુરૂષોની સરખામણીએ મહિલાઓમાં વધુ હોય છે. થાઈરોઈડ એક સાઇલેન્ટ કિલર છે કારણકે આનાં લક્ષણ એક સાથે દેખાતાં નથી.
 
શું છે થાઇરોઇડઃ-
 
થાઈરોઈડ ગ્લેન્ડ આપણાં ગળાની નીચેના ભાગમાં હોય છે. જેનાથી ખાસ પ્રકારના હોર્મોન ટી-3, ટી-4 અને ટીએસએચનો સ્ત્રાવ હોય છે. તેની માત્રાના અસંતુલનનો આપણાં સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે. શરીરની બધી જ કોશિકાઓ યોગ્ય પ્રકારે કામ કરી શકે, તેની માટે આ હોર્મોન્સની જરૂર હોય છે. આ સિવાય, મેટાબોલિઝ્મની પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં પણ ટી-3 અને ટી-4 હોર્મોનનું ખૂબ જ મોટું યોગદાન હોય છે. જેના માટે તેનો સ્ત્રાવ ઘટવાની કે વધવાની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય પર જોવા મળે છે. જેમાં દર્દીના મસલ્સમાં પેઈન, વાળ ખરવા, હાર્ટ, વજન વધવું કે ઘટવું વગેરે પર ખરાબ અસર પડે છે. જેથી આજે અમે તમને એવા ફૂડ્સ વિશે જણાવીશું, જેને ખાવાથી થાઈરોઈડના બન્ને પ્રકારને કંટ્રોલ કરી શકાશે.
 
થાઈરોઈડ બે પ્રકારના હોય છે.
 
હાઇપર થાઈરોઈડ 
 
થાઈરોઈડ ગ્રંથિથી જો થાઈરોક્સિન ઓછું બનવા લાગે તો તેને 'હાઇપરથાઇરોડિઝમ' કહે છે.
 
હાઇપો થાઈરોઈડ 
 
થાઈરોઈડ ગ્રંથિથી જો થાઈરોક્સિન ઓછું બનવા લાગે તો તેને 'હાઇપોથાઇરોડિઝમ' કહે છે.
 
આગળ વાંચો થાઈરોઈડ ગ્લેન્ડને હમેશાં કંટ્રોલમાં અને હેલ્ધી રાખવા ડાયટમાં શું ખાવું જરૂરી છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Simple Dietary Changes That Can Help Your Thyroid Naturally
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended