Home »Lifestyle »Health» What Is BMI? 9 Ways To Boost Your Metabolism

તમારી કમરનો ઘેરાવો અને વજન કેટલું છે? જાણો ચરબી દૂર કરવાની 9 રીત

Health Desk, Ahmedabad | Sep 24, 2016, 00:10 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પુરૂષોની કમરનો ઘેરાવો 102 સેમી. એટલે ક 40 ઈંચ અને સ્ત્રીઓની કમરનો ઘેરાવો 88 સેમી. એટલે કે 35 ઈંચથી વધારે હોય તો તેમને ટાઈપ-2 ડાયાબિટીસ, હાઈ બીપી, હાર્ટ ડિસીઝ જેવી સીરિયસ બીમારીઓ થવાનો ખતરો વધુ રહે છે. જેથી એક્સપર્ટ વજન પર ધ્યાન રાખવાની સલાહ આપે છે. હવે સવાલ એ છે કે કઈ રીતે જાણી શકાય કે તમારું વજન બરાબર છે કે વધુ? તેનો જવાબ છે BMI એટલે કે બોડી માસ ઈન્ડેક્સ. 1990ના અંતમાં BMIનો ફોર્મ્યૂલા આવ્યો, જે વર્તમાન સમયમાં સ્થૂળતાની જાણકારી મેળવવાનું ઈન્ટરનેશલ અને સર્વમાન્ય માપદંડ બન્યું છે. અપોલો સ્પેક્ટ્રા હોસ્પિટલ, દિલ્હીના ચીફ બેરિએટિક સર્જન, ડો. આશીષ ભનોટનું કહેવું છે કે BMIનો  ફોર્મ્યૂલ વજન સામાન્ય છે કે વધુ તેના વિશે જણકારી આપે છે. તેના આધારે આઈડિયલ વજન વિશે પણ જાણી શકાય છે.
 
સામાન્ય રીતે BMI વધુ હોવાનો અર્થ બોડીનું મેટાબોલિઝ્મ રેટ ઓછું એવું કહેવાય છે. મેટાબોલિઝ્મ બોડીમાં સતત ચાલનારી કેમિકલ પ્રોસેસ છે. મેટાબોલિઝ્મ સ્લો હોવા પર શરીર ભોજનમાંથી મળતી કેલરીને ખર્ચ કરી શકતું નથી. જેના કારણે એક્સ્ટ્રા કેલરી ફેટ બનીને બોડીમાં જમા થવા લાગે છે અને વજન વધે છે. તો આજે અમે તમને જણાવીશું કે તમે કઈ રીતે તમારું BMI નીકાળી શકો છો અને BMI શું છે. સાથે જ બોડીનું મેટાબોલિક રેટ રેટ વધારવાના ઉપાય જણાવીશું.
 
આગળ વાંચો કેટલું હોવું જોઈએ તમારું આઈડિયલ વજન અને મેટાબોલિક પ્રોસેસને ઝડપી બનાવવાના9ઉપાય. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: What is BMI? 9 Ways to Boost Your Metabolism
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext