Home »Lifestyle »Health» Weight Loss: Bananas And Warm Water Theraphy In These Way

રોજ ટ્રાય કરી લો આ 1 જાપાની રીત, જલદી બની જશો ફિટ અને સ્લીમ

divyabhaskar.com | Mar 03, 2017, 17:03 PM IST

 
 
હેલ્થ ડેસ્ક, અમદાવાદ:દરેક વ્યક્તિને કેળું પસંદ હોય છે. મોટાભાગના લોકો તેને એનર્જી મેળવવા માટે ખાય છે. જાપાની લોકો વજન ઓછું કરવા માટે સવારની શરૂઆત હૂંફાળા પાણી અને કેળાથી કરે છે. એક્સપર્ટના અનુસાર તેનાથી વજન ઝડપથી ઓછું થાય છે અને આ એક સાયન્ટિફિક પૂર્વડ રીત છે. તેનાથી વજન જ ઓછું થતું નથી પણ સાથે અનેક ફાયદા મળે છે. જાણો શું છે તેની પાછળનું સાયન્સ?...
 
 

આ રીતે જલદી ઘટે છે વજન
 
- એક્સપર્ટના અનુસાર હૂંફાળું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ વધે છે. મેટાબોલિઝમ વધવાનો અર્થ એ છે કે ફેટ બર્ન કરવાનો પાવર વધવો. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

- કેળા ખાવાથી બોડીને ભરપૂર એનર્જી મળે છે અને પેટ ભરેલું રહે છે. તેનાથી શરીરને કંઇ ખાવાની ઇચ્છા ઓછી થાય છે. જ્યારે વ્યક્તિ ખાવાનું ઓછું ખાય છે તો વજન કંટ્રોલમાં રહે છે.

- હૂંફાળું પાણી અને કેળાનું કોમ્બિનેશન લેવાથી ડાયજેશન સુધરે છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. 
 
કઇ રીતે કરશો ઉપયોગ, જાણી લો રીત....
 
સવારે ઉઠતાંની સાથે 1 ગ્લાસ હૂંફાળું પાણી પીઓ. તેના અડધા કલાક બાદ 2 કેળા ખાઓ. (કેળાની સંખ્યા 1+ કે - કરી શકો છો.) આ ડાયટને જાપાનમાં અસા (Asa) ના નામથી ઓળખવામાં આવે છે. આ રીત હિતોશી અને સુમિકો નામના બે જાપાનીઓએ શોધી હતી. આજે વજન ઓછું કરવા જાપાનનો આ સૌથી બેસ્ટ ઉપાય છે. આયુર્વેદ એક્સપર્ટ ગાયત્રી તેલંગનું કહેવું છે કે રોજ સવારે હૂંફાળું પાણી પીવાના થોડા સમય બાદ કેળું ખાવું એ હેલ્થને અન્ય કેટલાક ફાયદા પણ આપે છે.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો અન્ય ફાયદા વિશે...
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: weight loss: bananas and warm water theraphy in these way
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended