Home »Lifestyle »Health» 7 Yoga Poses And Their Benefits To Your Body

રોજ કરો આ 7 સરળ આસનો, શરીર બનશે ફ્લેક્સિબલ અને વધશે સ્ટેમિના

Health Desk, Ahmedabad | Sep 20, 2016, 13:16 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ  1 ઓક્ટોબરથી નવરાત્રિનું મહાપર્વ શરૂ થવાનું છે. જેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. પણ જો નવરાત્રિની ખરી મજા માણવી હોય તો શરીર અને હેલ્થનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એમાંય નવરાત્રિમાં શરીર ફ્લેક્સિબલ અને તણાવમુક્ત રાખવામાં કેટલાક યોગા બહુ જ ફાયદાકારક હોય છે. સાથે જ નિયમિત યોગ કરવાથી શરીરનો સ્ટેમિના વધે છે અને રોગો દૂર રહે છે. અહીં અમુક યોગની મુદ્રાઓ જણાવવામાં આવી રહી છે, જેનો નિયમિત 20 મિનિટ સુધી અભ્યાસ કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત બનશે અને શરીર રોગોથી બચીને રહેશે.
પર્વતાસન:
 
આ યોગાસનને કરવાથી આખું શરીર ખેંચાય છે. જેનાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ ઉત્તમ બને છે. સ્નાયુઓની કાર્યક્ષમતા વધે છે
 
રીત
 
સીધા ઊભા રહો. કમરમાંથી વળીને જમીન પર હાથને ટેકવો. હથેળીઓને જમીન પર રાખો. આમ કરતી વખતે શ્વાસને બહાર કાઢો અથવા જમીન પર ઊંધા સૂઈને નિતંબમાંથી ઊંચા થાઓ. ઊંચા થવા હાથનો સહારો લો. શ્વાસને બહાર કાઢો. હાથને એવી રીતે રાખો કે શરીરનો 'વી' આકાર બને. ઘૂંટણને સીધા રાખો અને સામાન્ય શ્વાસોચ્છવાસ કરો.
 
આગળ વાંચો અન્ય 6 સરળ અને કારગર યોગ મુદ્રાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 Yoga Poses and their benefits to your body
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext