Home »Lifestyle »Health» 7 Days Diet Plan Tips To Lose Weight Faster

ભૂખ્યા રહ્યા વિના 1 સપ્તાહમાં ઉતારો 2 કિલો વજન, આ હેલ્ધી ડાયટ અપનાવો

Health Desk, Ahmedabad | Aug 13, 2016, 14:52 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વજન ઘટાડવાની જ્યારે વાત આવે છે ત્યારે સૌથી પહેલો ખ્યાલ ડાયટિંગ કરવાનો આવે છે. તેના ચક્કરમાં ઘણાં લોકો ખાવા પીવાનું મૂકી દે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આવું કરવાથી બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેનાથી વજન ઘટવાની જગ્યાએ વધવા લાગે છે. સાથે જ ડાયટમાં ન્યૂટ્રિઅન્ટ્સની કમીને કારણે પણ શરીરમાં નબળાઈ આવે છે. સ્કિન અને વાળ પર પણ ખરાબ અસર પડે છે.
એક્સપર્ટ મુજબ જો તમે હેલ્ધી રીતે વજન ઓછું કરવા માગતા હો તો તેના માટે ખાવાનું છોડી ન દેવું પણ દર 2-3 કલાકે કંઈકને કંઈક હેલ્ધી ખાવું. આનાથી બોડીને એનર્જી મળવાની સાથે વજન ઘટાડવા માટે મદદ પણ મળે છે. જેથી ન્યૂટ્રીશન એક્સપર્ટ ડો. શૈલજા ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે અહીં તમને 1 સપ્તાહનું પાવર ડાયટ પ્લાન જણાવ્યું છે. જેને સ્ટ્રીકલી ફોલો કરશો તો તમારું 2 કિલો વજન ચોક્કસ ઘટશે.
 
(નોંધ- વધુ ડાયટિંગ કરવાથી નુકસાન થઈ શકે છે. એક સપ્તાહનો આ ડાયટ પ્લાન ફોલો કર્યા બાદ એક સપ્તાહ નોર્મલ ડાયટ ફોલો કરવું. એક મહિનામાં વધુમાં વધુ 2 વાર આ પાવર ડાયટ પ્લાન ફોલો કરવું અને 2વાર નોર્મલ ડાયટ. આ ડાયટ ફોલો કરવાની સાથે સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી પીવો. તેનાથી વધુ ફાયદા મળશે.)
 
આગળ વાંચો આ ખાસ ડાયટ પ્લાનમાં અન્ય દિવસો માટે શું છે અને વજન ઉતારવા સિવાય આ ડાયટ ફોલો કરવાથી શું ફાયદા મળશે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 7 days diet plan tips to lose weight faster
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext