Home »Lifestyle »Health» Everybody Should Know 10 Symptoms Of Dengue Fever

આ 10 તકલીફ શરીરમાં લાગે તો તરત જ બતાવો ડોક્ટરને, હોઈ શકે છે ડેન્ગ્યૂ

Health Desk, Ahmedabad | Sep 20, 2016, 10:40 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અત્યારે ડેન્ગ્યૂ, મલેરિયા અને વાયરલ ફીવર ખૂબ જ ફેલાયો છે. જેમાં ડેન્ગ્યૂમાં જો ધ્યાન ન આપવામાં આવે તો જીવ પણ જઈ શકે છે. વરસાદની સિઝનમાં ડેન્ગ્યૂના તાવનો ખતરો વધી જાય છે. સામાન્ય તાવ આવે ત્યારે આપણે ઘરે જ દવાઓ લઈને તાવ ઠીક કરવાની કોશિશ કરીએ છીએ. પણ ડેન્ગ્યૂના તાવનો યોગ્ય સમયે ઈલાજ ન કરવામાં આવે તો પ્રોબ્લેમ સીરિયસ થઈ શકે છે. જેથી ડેન્ગ્યૂમાં ઘરે જ દવાઓ લેવાની જગ્યાએ તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. ડેન્ગ્યૂ તાવ છે કે નહીં તે બ્લડ ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડે છે, પણ આજે અમે તમને એવા 10 સંકેતો વિશે જણાવીશું, જેની મદદથી તમે ડેન્ગ્યૂ તાવ છે કે નહીં ઓળખી શકશો.
 
ડેન્ગ્યૂનો તાવ વાઇરસના ચેપને કારણે થાય છે. તેનો ફેલાવો એડિસ ઇજિપ્તિ મચ્છર કરડવાથી થાય છે. મચ્છર કરડયા પછી ચારથી સાત દિવસમાં ડેન્ગ્યૂનાં લક્ષણો જોવા મળે છે. આ મચ્છર મોટેભાગે દિવસે જ કરડે છે. આ મચ્છરો સાફ પાણીમાં પણ જન્મે છે. જેથી ઘર, ઓફિસ કે તેની આસાપસ પાણી જમા ન થવા દેવું. ડેન્ગ્યૂ તાવમાં વધુમાં વધુ પાણી પીવું અને આરામ કરવું જરૂરી છે.
 
આગળ વાંચો ડેન્ગ્યૂ તાવના અન્ય9લક્ષણો વિશે,જેથી તમે આ બીમારીથી બચી શકો.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Everybody should know 10 Symptoms Of Dengue Fever
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended