Home »Lifestyle »Health» 12 Best Health Benefits Of Flaxseeds

12 પ્રકારની તકલીફોને દૂર રાખે છે અળસી, રોજ 1 ચમચી ખાવાથી મળશે લાભ

Health Desk, Ahmedabad | Aug 23, 2016, 17:53 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા અનેક ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે. રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ઘટે છે. જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો. અળસીના અઢળક ગુણો અને વધુ સ્વાસ્થ્ય ફાયદા અને તેના ઉપયોગની રીતે આજે અમે તમને જણાવીશું
 
અળસીના બીજમાં રહેલા ગુણો
 
અળસી આલ્ફા-લીનોલેનિક એસિડનો સારો સ્રોત છે. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે. શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે. અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.
 
અળસીના બીજમાં સેલેનિયમ, વિટામિન બી1, ફાઈબર, ફોસ્ફરસ, કોપર, વિટામિન બી-6, વિટામિન ઈ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, મેગનીઝ, મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો સારાં પ્રમાણમાં હોય છે. અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.
 
આગળ વાંચો રોજ અળસી ખાવાથી અન્ય 11 મોટા અને અસરકારક ફાયદાઓ વિશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 best health benefits of Flaxseeds
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext