Home »Lifestyle »Health» Amazing Health Benefits Of Eating Almond And Walnut With Empty Stomach

રોજ સવારે ખાઓ આ 2 વસ્તુ, કેન્સર, બ્રેન સ્ટ્રોક અને હાર્ટ ડિસીઝ હમેશાં રહેશે દૂર

Health Desk, Ahmedabad | Sep 22, 2016, 16:32 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વિશ્વભરમાં હાર્ટ એટેક, કેન્સર અને બ્રેન સ્ટ્રોક જેવી સીરિયસ બીમારીઓને કારણે કરોડો લોકો જીવ ગુમાવે છે. પરંતુ આ બીમારીઓને ટાળવા માટે કેટલીર એવી વસ્તુઓ છે જે બહુ કારગર છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનની સ્ટડી મુજબ રેગ્યુલર ડાયટમાં ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી હાર્ટ એટેકનો ખતરો 30 ટકા અને કેન્સરનો ખતરો 11 ટકા સુધી ઓછો કરી શકાય છે. ડ્રાય ફ્રૂટ્સ બ્રેનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. એક સ્ટડી મુજબ લાંબા સમય સુધી ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી વજન ઘટાડવા અને સ્મોકિંગની લત ઓછી કરવામાં પણ મદદ મળે છે.
 
એક સ્ટડી મુજબ રોજ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી આપણે હેલ્ધી રહીએ છીએ અને આયુષ્ય વધે છે. ન્યૂટ્રિશન એક્સપર્ટ ડો. સંગીતા માલૂ પ્રમાણે દિવસની શરૂઆત બદામ અને અખરોટ ખાઈને કરવામાં આવે તો બોડીને ઘણાં ફાયદા મળે છે અને એનર્જી જળવાય છે. સાથે જ હાર્ટ એટેક, કેન્સર અને બ્રેન સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો પણ ટળે છે. તેના માટે રોજ રાતે 4-5 બદામ પાણીમાં પલાળી લો. સવારે તેની છાલ કાઢી ખાલી પેટ ખાઓ અને પછી 1 અખરોટ પણ ખાઓ. પછી જુઓ આ કોમ્બિનેશન તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે.
 
આગળ વાંચો રોજ સવારે ખાલી પેટ4-5બદામ અને1અખરોટ ખાવાથી અન્ય કયા ફાયદા મળે છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Amazing health benefits of eating almond and walnut with empty stomach
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext