Home »Lifestyle »Health» Benefits Of Carom Seeds Or Ajwain Water

ઘરેલૂ ઉપાયઃ રોજ સવારે 1 કપ નવશેકું અજમાવાળું પાણી પીવો, થશે આ 10 અસર

Health Desk, Ahmedabad | Mar 15, 2017, 17:00 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ લગભગ બધાંના ઘરમાં અજમાનો ઉપયોગ કરવામાં આવે છે. તેના ઔષધીય ગુણોને કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અજમામાંથી મળતાં કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, આયોડીન, કેરોટીન જેવા તત્વો અનેક રીતે ફાયદો કરે છે. અજમાનું પાણી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકાય છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું.
 
અજમાનું પાણી છે રામબાણ દવા
 
અજમામાં થીમોલ હોય છે. આ એવું કેમિકલ છે જે પાચનતંત્ર માટે જરૂરી ગેસ્ટ્રિક રસને પેટમાં રીલીઝ કરે છે. જે અપચો, વાત, ઉબકાની સમસ્યામાં રાહત આપે છે. આ સિવાય જો તમને ગેસ, કબજિયાત, પેટમાં દર્દ કે ડાયરિયા જેવી સમસ્યાઓમાં ઝડપી રાહત જોઈએ તો તેના માટે અજમાના પાણીનું સેવન રામબાણ દવાનું કામ કરે છે.
 
અજમાનું પાણી બનાવવાની રીત
 
અજમાનું પાણી બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ લાભકારી છે. તેની કોઈ જ આડઅસર થતી નથી. આ બનાવવાની વિધિ પણ સરળ છે તેના માટે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી અજમો નાખીને તેને ત્યાં સુધી ઉકાળવું જ્યાં સુધી અડધું ન થઈ જાય. હવે આ પાણી જોવામાં ભૂરા રંગનું થઈ જશે. તેને ગ્લાસમાં ગાળીને ઠંડુ થયા પછી તેને તરત જ પી લેવું. આ મિશ્રણ જ્યારે પણ પીવું હોય ત્યારે તાજું જ બનાવીને પીવું. બનાવીને રાખી ન મૂકવું. રોજ સવારે અજમાનું પાણી પીવું.
 
આગળ વાંચો અજમાનું આ પાણી પીવાથી તમને કયા10સ્વાસ્થ્ય ફાયદા મળી શકે છે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: benefits of Carom Seeds Or Ajwain Water
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended