Home »Lifestyle »Health» 8 Symptoms Of Appendicitis You Shouldn't Ignore

આ 8 લક્ષણો જણાય તો તરત ધ્યાન આપજો, તમને હોઈ શકે છે એપેન્ડિક્સ

Health Desk, Ahmedabad | Sep 02, 2016, 15:18 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ પેટમાં દુખાવો થવો એને સાવ સામાન્ય બાબત માનવામાં આવે છે. પેટમાં દુખાવો થવાનાં એક નહીં અનેક કારણો હોઇ શકે છે. આંતરડા, યકૃત અને લિવરમાં કોઇ તકલીફ હોવાને લીધે પણ પેટમાં દુખાવો થઇ શકે છે.
 
શું છે એપેન્ડિક્સ
 
એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એની લંબાઇ એ વખતે વધારે હતી. સમયમાં પરિવર્તન આવતા સેલ્યુલોઝનું પ્રમાણ ઘટતું ગયું તેના લીધે એપેન્ડિક્સની લંબાઇ ઘટતી ગઇ. હવે તેની લંબાઇ ઘટીને આશરે બે થી ત્રણ ઇંચની થઇ ગઇ છે. સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.
 
આગળ વાંચો અન્ય લક્ષણો વિશે જે એપેન્ડિક્સ હોવાનો સંકેત આપે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 Symptoms of Appendicitis you shouldn't Ignore
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext