Home »Lifestyle »Health» 8 Effects Of Vitamin A Deficiency And 10 Vitamin A Rich Foods

રોગોના સકંજાથી બચીને રહેવા,ખાઓ વિટામિન એથી ભરપૂર આ 10 વસ્તુઓ

Health Desk, Ahmedabad | Aug 19, 2016, 14:19 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ વિટામિન એ સૌથી જરૂરી વિટામિન્સમાંથી એક છે. તેની કમીથી પથરીથી લઈને આંખો ખરાબ થવા સુધીની ઘણી પ્રોબ્લેમ થઈ શકે છે.  વિટામિન એ આપણાં વાળને હેલ્ધી રાખે છે, હાડકાંને મજબૂત બનાવે છે, આંખો અને સારી સ્કિન માટે પણ વિટામિન એ એટલું જ જરૂરી છે. ઘણાં લોકોને ખબર નથી હોતી કે સરળતાથી ઉબલબ્ધ એવા કેટલાક ખોરાકમાંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન એ મળી રહે છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું વિટામિન એ આપણાં શરીર માટે કેમ આટલું જરૂરી છે અને કયા આહારમાથી આપણને વિટામિન એ મળી રહે છે.
 
વિટામિન એ કેમ જરૂરી?
 
વિટામિન એ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કોશિકાઓના વિકાસમાં મદદ કરે છે, સેલ્સને ડેમેજ થતાં બચાવે છે અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. આ સિવાય આપણું હૃદય, લીવર, કિડની અને શરીરનાં આવશ્યક અંગોને કાર્યરત રાખવા માટે પણ જરૂરી છે.વિટામિન એ બે પ્રકારના હોય છે. રેટિનલ વિટામિન એ જે પ્રાણીજન્ય પ્રોડક્ટ્સમાંથી પ્રાપ્ત થાય છે. જેમ કે એગ્સ, મીટ, ચીઝ, લીવર, હેલીબટ ફિશ ઓઈલ, ક્રિમ વગેરે. વિટામિન એનો બીજો પ્રકાર છે બીટા કેરોટીન, જે આપણને કલરફુલ શાકભાજીઓમાંથી મળી રહે છે. જેમ કે ગાજર, કોળું, લીલા પાનવાળી શાકભાજીઓ વગેરે. જેથી સ્વસ્થ રહેવાં માટે તમારા આહારમાં વિટામિન એવાળા ખોરાકને સામેલ કરો.
 
આગળ વાંચો તમારા શરીરમાં વિટામિન એની કમી ના થાય તે માટે કયા આહાર ડાયટમાં ખાવા. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 8 effects of vitamin A deficiency and 10 vitamin A rich foods
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext