Home »Lifestyle »Health» 7 Bedtime Drinks That Can Help You Sleep Better

જેને પણ રાતે ઉંઘ ન આવતી હોય, આ 7માંથી કોઈ 1 ડ્રિંક પીવો, પછી જુઓ અસર

Health Desk, Ahmedabad | Oct 06, 2016, 17:00 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સામાન્ય માણસ માટે હવા, પાણી અને ખોરાક જરૂરી છે તેવી જ રીતે ઉંઘ પણ એટલી જ જરૂરી છે. જેમાં અપૂરતી ઉંઘથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.  જો તમને પણ ઉંઘ ન આવતી હોય તો વિવિધ આર્યુંવેદિક નુસખા અપનાવી શકાય છે અને સારી ઉંઘ મેળવી શકાય છે.
 
સૂતા પહેલા જો કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ સમયે કાર્બોહાઈડ્રેટ લેવાથી મગજ શાંત રહે છે. જ્યારે તમારુ મગજ શાંત રહેશે તો ઉંઘ પણ સારી આવશે. ડિનરમાં કેલ્શિયમની માત્રા વધારવી પણ તમારા માટે ફાયદાકારી બની શકે છે. તેને માટે તમે આખા અનાજ, ફેટ રહિત દૂધ, દહી, પીનટ બટર, કૈમોમિલ ટી અને કેળા લઈ શકો છો. જેથી આજે અમે તમને એવા 7 ડ્રિંક્સ વિશે જણાવીશું જેમાંથી કોઈ 1 રાતે પી લેવાથી તેમાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ જેવા કે એન્ટીઓક્સીડેન્ટ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ મગજને શાંત રાખશે અને સારી ઉંઘ લાવવામાં મદદ કરશે.
 
ઉંઘ સારી રીતે ન આવાથી થતી સમસ્યાઓ-
 
1- સ્ટ્રોકનો ખતરો ચાર ગણો વધી જાય છે.
2- ડાયાબિટીસ થવાનો ખતરો રહે છે.
3- ઘણા પ્રકારના કેન્સરનો ખતરો વધી જાય છે.
4- હ્રદયની બીમારીનો ખતરો 48 ટકા વધી જાય છે.
5- ઓછી ઊંઘથી બ્રેઈન ટિશ્યૂ પર અસર પડે છે.
6- વર્ક પ્લેસ પર પ્રોડક્ટિવિટી ઓછી થઇ જાય છે.
7- વ્યક્તિનો લુક અને સ્કિન ખરાબ થઇ જાય છે.
8- ભૂખ વધારે લાગવાથી કસમયે ભોજન કરવાથી આદત પડે છે.
9- એક્સીડેન્ટનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.
10- શરદીનો ખતરો ત્રણ ગણો વધી જાય છે.
11- માથાનો દુખાવો વધી જાય છે.
12- ઊંઘ પૂર્ણ ન થવાને કારણે યાદશક્તિ ઘટી જાય છે.
 
આગળ વાંચો રાતે સારી ઉંઘ આવે તે માટે કયા અન્ય ડ્રિંક્સ પીવા જોઈએ. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 Bedtime Drinks That Can Help You Sleep Better
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended