Home »Lifestyle »Health» 15 Amazing Health Benefits Of Triphala Powder

15 લાભ: ફૂલેલું શરીર બનશે સ્લિમ, સવારે નવશેકા પાણીમાં ત્રિફલા ને મધ પીવો

Health Desk, Ahmedabad | Sep 06, 2016, 16:11 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ત્રિફલા એક એવી આયુર્વેદિક ઔષધી છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. જીવનભર સ્વસ્થ અને સશક્ત રહેવા માટે ત્રિફલા ચૂર્ણ અત્યંત કારગર અને ગુણકારી માનવામાં આવે છે. ત્રિફલા માત્ર કબજીયાત જ નહીં પણ નબળા શરીરને એનર્જી પૂરી પાડવા માટે પણ અક્સીર માનવામાં આવે છે.  ત્રિફલા 3 હર્બ્સ હરડે, બહેડા અને આમળાનું કોમ્બિનેશન છે. ત્રિફલાને પાણી સાથે લેવાથી વધુ ફાયદા થાય છે. આ એક એન્ટીઓક્સીડેન્ટ છે જે બોડી સેલ્સને ડેમેજ થતાં બચાવે છે.
 
આયુર્વેદમાં આંખના રોગોમાં ‘ત્રિફલા ચૂર્ણ’નું વિશેષ મહત્વ છે. અડધી ચમચી ત્રિફળા ચૂર્ણ જો સવાર- સાંજ એક ચમચી મધ અથવા ઘી સાથે ચાટવામાં આવે અને ઉપર એક ગ્લાસ દૂધ પીવામાં આવે તો આંખની રતાશ, આંખ આવવી, આંજણી થવી, બળતરા થવી, ખંજવાળ આવવી, ઝાંખું દેખાવું, પાણી પડવું, સોજો થવો વગેરેમાં ફાયદો થાય છે. પાઇલ્સ, ત્વચાના રોગો, લોહીનો બગાડ, ન મટતાં ચાંદા વગેરે સમસ્યાઓમાં ત્રિફલાનું સેવન લાભકારી સિદ્ધ થાય છે.
 
આગળ વાંચો રોજ સવારે ત્રિફલાનું પાણી પીવાથી અન્ય કયા સ્વાસ્થ્ય લાભ મળે છે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 15 Amazing Health Benefits Of Triphala Powder
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended