Home »Lifestyle »Health» 12 Amazing Benefits And Uses Of Custard Apples

સીતાફળ ખાવાથી દોડવા લાગશે મંદ બુદ્ધિવાળાઓનું મગજ, જાણો અન્ય 11 ફાયદા

Health Desk, Ahmedabad | Oct 18, 2016, 13:22 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ સીતાફળમાં કેલ્શિયમ, ફાયબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. જેથી તે આર્થ્રાઈટિસથી લઈને કબજિયાત જેવી તકલીફોમાં ફાયદો કરે છે. સાથે જ તેની છાલમાં ટેનિન હોય છે. જેનો ઉપયોગ દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. તેના પાનનો ઉપયોગ કેન્સર અને ટ્યૂમર જેવી બીમારીઓનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે.
 
આ ફળ મીઠું હોવાથી એમાં શુગરનું પ્રમાણ વધારે હોવાથી એ હાઈ કેલરી ગણાય છે. એમાં સારી માત્રામાં કેલ્શિયમ હોય છે અને પલ્પ સરળતાથી પચી જતો હોવાથી બાળકો, વૃદ્ધો કે જેમની પાચનશક્તિ નબળી હોય તેમને પણ પચી જાય છે. પાચનશક્તિ નબળી હોય અને ઓછું ખવાતું હોય ત્યારે સીતાફળનો ગર કે એના ગરમાંથી બનાવેલો મિલ્ક શેક, આઇસક્રીમ કે રબડી ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે.
 
સીતાફળ ખાવાથી ઇન્સ્ટન્ટ એનર્જી મળતી હોવાથી મગજ સતેજ ચાલે છે. ખૂબ કામ કરીને મગજ થાકી ગયું હોય ત્યારે સીતાફળ ખાવાથી એકાગ્રતા અને એલર્ટનેસ વધે છે.
 
ક્યારે સીતાફળ ન ખાવું?
 
તાવ આવ્યો હોય, શરદી, ખાંસી, ટોન્સિલ્સ જેવી બીમારીમાં, સાંધા દુખતા હોય કે ગઠિયો વા હોય, શરીરે સોજા હોય ત્યારે સીતાફળ ન ખાવું. નરણાં કોઠે અથવા તો ઉપવાસી પેટે સીતાફળ ખાવું નહીં.
 
આગળ વાંચો સીતાફળ ખાવાથી સ્વાસ્થ્યને કેવા ફાયદાઓ મળી શકે છે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 12 Amazing Benefits And Uses Of Custard Apples
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext