Home »Lifestyle »Health» 12 Great Benefits Of Eating Jaggery

રોજ જમ્યા બાદ ગોળનો નાનો ટુકડો ચૂસવાથી, મળશે આ 12 જબરદસ્ત ફાયદા

Health Desk, Ahmedabad | Aug 29, 2016, 12:42 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગોળમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ રહેલાં છે. આયુર્વેદમાં ગોળને અમૃત માનવામાં આવે છે. જો રોજ ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી ઘણાં લાભ મેળવી શકાય છે. ગોળમાં ઝિંક, સેલેનિયમ, પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, ફાયબર, આયર્ન જેવા ન્યૂટ્રિઅન્ટ્સ પણ મળી રહે છે. ગોળ ખાવાથી લોહી સાફ રહે છે. રોજ ચામાં ખાંડની જગ્યાએ ગોળ નાખીને પીવાથી વજન વધતું અટકે છે. તેને ખાવાથી શરીરમાં લોહીની કમીની પ્રોબ્લેમ દૂર થાય છે અને બ્લડપ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. રોજ ભોજન કર્યા બાદ ગોળનો નાનો ટુકડો ચૂસવાથી ગેસ, એસિડિટી, મોંના ચાંદા, હૃદયની દુર્બળતા, મોંમાં ખાટું પાણી આવવું વગેરે જેવી તકલીફો દૂર થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ ગોળનું સેવન કરવું નહીં. હેલ્ધી વ્યક્તિએ એક દિવસમાં 15 ગ્રામ ગોળ ખાવો જોઈએ. તો ચાલો આજે જાણી ગોળ ખાવાના અદભુત લાભ વિશે.
 
આગળ વાંચો રોજ ગોળ ખાવાના અન્ય11સ્વાસ્થ્ય ફાયદાઓ વિશે. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 12 great benefits of eating jaggery
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended