Home »Lifestyle »Health» 11 Health Benefits And Various Uses Of Gokhru

ગોખરુ ક્યારેય ઉપયોગમાં લીધું છે? રોગોમાં 11 ફાયદા જાણી તમે પણ વાપરશો

Health Desk, Ahmedabad | Oct 11, 2016, 17:01 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ગોખરુ બે પ્રકારના હોય છે. મોટા ગોખરુ અને નાના ગોખરુ. દવા અને ઔષધીઓમાં મોટાં ગોખરુ વપરાય છે, પણ તે ન મળે તો નાનાં પણ વાપરી શકાય. ગોખરુ ઠંડુ છે.  આથી પેશાબના દરેક જાતના રોગોમાં લાભકારી રહે છે. પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગંધવાળો કે પીળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. શુક્રાણુઓ વધારવા માટે ગોખરું ઉત્તમ છે. ગોખરુનો ઉપયોગ કરવાથી મૂત્રાશય સ્વસ્થ રહે છે. જેથી પથરીના રોગી તથા કિડનીની સમસ્યા હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે. જ્યાં ઔષધીઓ મળતી હોય ત્યાંથી તમે ગોખરુનું ચૂર્ણ લઈ શકો છો. 3 ગ્રામની માત્રામાં એટલે કે એક નાની ચમચી દિવસમાં બે કે ત્રણવાર પાણી, સાકર, દૂધ, ઘી કે મધ સાથે લઈ શકાય છે. ગોખરું હૃદયરોગમાં લાભકારી, વાયુનાશક અને વધુ પ્રમાણમાં લેવાથી રેચક છે.
નોંધ- કોઈ નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટરની સલાહ લઈને ગોખરુનો ઉપયોગ કરવો.
 
આગળ વાંચો ગોખરુના અન્ય જોરદાર ફાયદાઓ અને ઉપયોગ રીતે વિશે.
 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 11 Health benefits and various uses of gokhru
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended