Home »Lifestyle »Health» Know 11 Care And Precautions About Lasik Surgery

આંખના નંબર દૂર કરવા લેસિક સર્જરી કરાવતાં પહેલાં, જાણો આ 11 જરૂરી વાતો

Health Desk, Ahmedabad | Aug 12, 2016, 11:33 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આંખોના નંબરની સમસ્યાઓ માટે આપણે ઘણાં પ્રકારના ઇલાજ કરીએ છીએ, પરંતુ લેસર ટેક્નિક પદ્ધતિથી કરવામાં આવેલો ઇલાજ ખૂબ કારગર અને સુરક્ષિત પણ છે. આમાં કોઈ ટાંકા આવતાં નથી અને દુખાવો થતો નથી. બસ આ સર્જરી કરાવવા માટે સારાં સર્જનની પસંદગી અને અહીં જણાવેલી બાબતોમાં ધ્યાન આપવું.
 
આંખોની સમસ્યા વધી રહી છે
 
આજના સમયમાં ટીવી, કમ્પ્યૂટર અને મોબાઇલ ગેમ્સને કારણે નાનાં બાળકોથી લઈને યુવા પેઢીમાં આંખોનાં ચશ્માંના નંબર બહુ ઝડપથી વધી રહ્યા છે. ખાનપાન અને લાઇફસ્ટાઇલમાં ફેરબદલને કારણે ચશ્માં આવતાં હોય તેવા લોકોની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે.
 
લેસર પદ્ધતિ બેસ્ટ વિકલ્પ છે
 
કોન્ટેક્ટ લેન્સ લેસર પદ્ધતિથી ઘણો સસ્તો વિકલ્પ છે, પરંતુ તેમાં પહેરવા અને કાઢવાની ઝંઝટ રહે છે. આંખોમાં કોર્નિયાને ઓક્સિજન ઓછો મળે છે જે લાંબા ગાળે નુકસાન પહોંચાડે છે. ઘણી વાર આંખોમાં ઇન્ફેક્શન પણ થઈ જાય છે. આ સિવાય લેન્સને સમયાંતરે બદલવા પડે છે, જ્યારે લેસર પદ્ધતિ સૌથી ઉત્તમ વિકલ્પ છે. તેમાં ચશ્માંના નંબર હંમેશને માટે દૂર થઈ જાય છે. એટલે કે લેસર સારવાર પછી ચશ્માંના નંબર દૂર થઈ જાય છે. પણ  હાં, 40ની ઉંમર આસપાસ નંબર આવી શકે છે.
 
લેસર પદ્ધતિનો ઉપયોગ 20 વર્ષની ઉંમર પછી કરી શકાય છે. જે લોકોની કોર્નિયાની થિકનેસ બરાબર મળતી હોય, તે ડોક્ટર આંખની તપાસ કર્યા બાદ નક્કી કરે છે. જે વ્યક્તિમાં મોતિયાનાં લક્ષણો જોવા મળે તે લેસર ટ્રીટમેન્ટ કરી શકતી નથી. જેમને પડદાના કે આંખની કીકીના રોગ હોય તેમના પર પણ લેસર ટ્રીટમેન્ટ શક્ય નથી. લેસર પદ્ધતિના પણ અનેક પ્રકાર છે. જેના વિશે પણ તમને જણાવીશું.
 
આગળ વાંચો આંખોના નંબર દૂર કરતી લેસિક સર્જરી વિશે અન્ય 10 વાતો. 
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know 11 care and precautions about Lasik surgery
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended