Home »Lifestyle »Health» 10 Ways To Relieve Constipation Quickly And Naturally

3 દિવસ પેટ સાફ ન આવે તો તમને છે કબજિયાત, માત્ર આ 10 ટિપ્સથી કરો દૂર

Health Desk, Ahmedabad | Aug 23, 2016, 11:49 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આજે બદલાઈ રહેલી જીવનશૈલી, આહારશૈલી અને કસરતના અભાવને કારણે કબજિયાતની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. નાનાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના અનેક લોકોને કબજિયાતની તકલીફ હોય છે. જ્યારે આ સમસ્યા વધી જાય ત્યારે બોડી ફંક્શન અવરોધાય છે અને રોગો શરીરમાં પ્રવેશે છે.
 
સામાન્ય રીતે દિવસમાં ત્રણ વખતથી સપ્તાહમાં ત્રણ વખત સુધી શૌચ કરવા જવું તંદુરસ્તીની નિશાની છે. તેમ છતાં ત્રણ દિવસ સુધી પેટ સાફ ન આવે તો તે વ્યક્તિને કબજિયાત છે એમ કહેવાય અથવા તો બળ કર્યા પછી મળ પસાર થાય કે પેટ સાફ ન થયા જેવું લાગે તેને પણ કબજિયાતની સ્થિતિ કહેવામાં આવે છે.
 
કબજિયાત એ પાચનતંત્રની એવી સ્થિતિ છે જેમાં કોઈ વ્યક્તિનું મળ બહુ કડક થઈ જાય છે તથા મળત્યાગમાં કઠિનાઈ થાય છે. કબજિયાત આમાશય (આંતરડા)ની સ્વાભાવિક પરિવર્તનની એવી અવસ્થા છે, જેમાં મળ નિષ્કાસનની માત્રા ઓછી થઈ જાય છે.
 
આગળ વાંચો કબજિયાતને કાયમી દૂર કરવાની એકદમ સરળ અન્ય9ટિપ્સ.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 Ways to Relieve Constipation Quickly and Naturally
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext