Home »Lifestyle »Health» 10 Health Benefits Of Ladies Finger

દરરોજની ડાયટમાં ખાઓ આ 1 સ્વાસ્થ્યવર્ધક શાક, 10 તકલીફોમાં થશે ફાયદો

Health Desk, Ahmedabad | Mar 31, 2017, 16:02 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ આમ તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ લીલાં શાકભાજીઓ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેથી બધાં જ લીલાં શાકભાજી ખાવા જોઈએ. પરંતુ કેટલાક શાકભાજી એવા હોય છે જે ઘણાં પ્રકારની બીમારીઓમાં દવાનું કામ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. એવું જ એક ગુણકારી શાક છે ભીંડા.
 
ભીંડામાંથી ફાયબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન એ, સી, ફોલિક એસિડ, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે. ભીંડામાં રહેલી ચીકાશ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. તો આજે અમે તમને ભીંડા ખાવાથી થતાં સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.
 
કોણે ખાવા?
 
જેમની પાચનશક્તિ સારી હોય તેમના માટે ભીંડા શક્તિદાયક છે. ભીંડા જાતીય શક્તિ વધારનારા અને શુક્રવર્ધક હોવાથી નબળાઈ ધરાવતા પુરુષોએ ખાવા જોઈએ.
 
કોણે ન ખાવા?
 
ઉધરસ, મંદાગ્નિ, વાયુ, જૂની શરદી હોય તો ભીંડા ન લેવા.
 
આગળ વાંચો ભીંડા ખાવાના અન્ય9 જબરદસ્ત ફાયદાઓ.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Health Benefits Of Ladies Finger
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended