Home »Lifestyle »Health» 10 Best And Effective Health Benefits Of Almond

સવારે ઉઠીને ખાલી પેટ 5 પલાળેલી બદામ ખાઓ, મળશે 10 જબરદસ્ત ફાયદા

Health Desk, Ahmedabad | Sep 08, 2016, 08:00 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃસવારે ઉઠીને પલાળેલી બદામ ખવાની સલાહ તો હંમેશા આપવામાં આવે છે. ઘણાં અલગ–અલગ રિસર્ચમાં પણ સાબિત થઈ ચૂક્યું છે કે બદામનું નિયમિત સેવન અનેક બીમારીઓથી બચવામાં મદદરૂપ છે. જેથી સિઝન ભલે ગમે તે હોય બદામ ખાવાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદા જ થાય છે. એવામાં આજકાલ રોગોથી બચવા માટે દરરોજ થોડી માત્રામાં પણ સૂકા મેવા ખાવા એ શ્રેષ્ઠ ઉપાય છે. રોજ ડાયટમાં બદામ ખાવાથી હાર્ટ, હાડકાં, વેટ લોસ, નબળાઈ, પાચનની તકલીફો અને હાઈ બીપીની સમસ્યામાં આરામ મળે છે. બદામ બાળકોથી લઈ વૃદ્ધો માટે પણ અતિકારગર છે. જેથી રોજ રાતે 5 બદામ પલાળી સવારે તેને ખાવાનો નિયમ બનાવો.
 
ન્યૂટ્રિઅન્ટ્સનો ખજાનો છે બદામ
 
બદામ વિટામિન્સ અને મિનરલ્સનો બેસ્ટ સોર્સ છે. તેમાંથી બાયોટીન, વિટામિન ઈ, મેગનીઝ, કોપર, વિટામિન બી2, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, ફાયબર, આયર્ન, ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ એકસાથે મળી રહે છે. 
 
 આગળ વાંચો રોજ ભૂલ્યા વિના માત્ર 5 બદામ ખાઈ લેવાથી કેવા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 best and effective health benefits of almond
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext