Home »Lifestyle »Health» 10 Great Health Benefits Of Salt Water Bath

ક્યારેય નહીં દુખે હાડકાં, બસ રોજ પાણીમાં મીઠું નાખીને નહાવોઃ 10 બેસ્ટ ટિપ્સ

Health Desk, Ahmedabad | Oct 05, 2016, 13:10 PM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ રસોડામાં આમ તો ઘણી બધી એવી વસ્તુઓ હોય છે કે જેનો ઔષધી તરીકે પ્રયોગ કરી તમે રોગમુક્ત થઈ શકો છો. રસોડામાં રાખેલું મીઠું એક શ્રેષ્ઠ વૈદ્ય છે.
 
મીઠું છે ઔષધી
 
શરીરમાં મીઠાંની માત્રા ઓછી થઇ જવાથી અનેક વિકાર ઉત્પન્ન થાય છે. સિંધાલૂણ મીઠું શ્રેષ્ઠ ગણાય છે તેમજ ઔષધી તરીકે તે બહુપયોગી છે. આ ઉપરાંત મીઠું ઘણી બીમારીઓ અને ઇન્ફેક્શનને પણ ઠીક કરે છે. મીઠાંનો ઉપયોગ નહાવામાં પણ કરી શકાય છે. મીઠાંના પાણીથી નહાવાના ઘણા ચમત્કારી ફાયદા છે.
 
મીઠાંના પાણીથી સ્નાન
 
સામાન્ય રીતે એક ડોલ હૂંફાળા અથવા સામાન્ય પાણીમાં 1 મોટી ચમચી મીઠું નાંખીને સરખું હલાવી આ પાણીથી સ્નાન કરવું જોઈએ. રોજ આ રીતે જ નિયમિત સ્નાન કરવાથી સ્વાસ્થ્ય અને શરીરને ઘણાં ફાયદા થાય છે. મીઠાંના પાણીમાં ઘણા મિનરલ્સ અને પોષક તત્વો હોય છે જે તમારી ત્વચાને યુવાન બનાવે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, બ્રોમાઇડ, સોડિયમ જેવા મિનરલ્સ ત્વચાના રોમ છિદ્રોમાં પ્રવેશ કરે છે. આ ત્વચાના પડને સાફ કરી તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. જેથી રોજ પાણીમાં થોડું મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. આ સિવાય મીઠું મેળવેલા પાણીથી સ્નાન કરવાથી ત્વચાની ખંજવાળથી મુક્તિ મળે છે.
 
આગળ વાંચો રોજ સાદાં નહીં પણ મીઠાવાળા પાણીથી સ્નાન કરવાના અન્ય 9 લાભ. 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 10 great health benefits of salt water bath
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext