Home »Lifestyle »Health» 10 Benefits And Uses Of Turmeric

હળદરના આ 10 મોટા ફાયદાઓ અને ઉપયોગ રીત, જાણીને તમે પણ અપનાવશો

Health Desk, Ahmedabad | Mar 18, 2017, 11:46 AM IST

હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ હળદર ભારતીય મસાલાની શાન માનવામાં આવે છે. હળદરનું નિયમિત સેવન કરવાથી ઘણી બીમારીઓ થવાની સંભાવના બિલકુલ નહીંવત્ થઈ જાય છે. આયુર્વેદની ઔષધિય વનસ્પતિઓમાં હળદરને એક શ્રેષ્ઠ ઔષધ માનવામાં આવે છે. હળદર સ્વાસ્થ્યની સાથે સાથે સૌંદર્યવર્ધક પણ છે.
 
મેદસ્વિતાની સમસ્યાથી પીડાતા હો તો એકલી હળદર ખાવાથી તમારો મેદ ઓછો થઈ શકે છે. હળદર એન્ટિસેપ્ટિક પણ છે. શરીરમાં ક્યાંય પણ વાગે તો દળેલી હળદર તે ઘામાં ભરી દેવાથી વાગેલો ઘા રૂઝાઈ જાય છે. માંદગી અડતી નથી. હળદરથી રક્ત શુદ્ધિ પણ થાય છે.
 
દરરોજ સવારે ખાલી પેટે એક નાની ચમચી હળદરની ફાંકી લેવાથી લોહી પાતળું રહે છે, ગેસની સમસ્યા દૂર થાય છે, કોલેસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે, સાંધાના દુખાવામાં ઝડપી રાહત મળે છે, શરદી ઉધરસની સમસ્યા ક્યારેય થતી નથી.
 
હળદરમાંથી મળતાં ન્યૂટ્રિઅન્ટ્સ
 
હળદરમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, એન્ટીવાયરલ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લામેટરી જેવી પ્રોપર્ટીઝ રહેલી છે. આ સિવાય તેમાંથી પ્રોટીન, ડાયટરી ફાયબર, નીયાસિન, વિટામિન સી, ઈ, કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા પોષક તત્વો પણ મળી રહે છે.
 
આગળ વાંચો હળદરના અન્ય બેસ્ટ ફાયદાઓ અને ઉપયોગ રીત.
(Health Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 10 Benefits and uses of Turmeric
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended