Home »Lifestyle »Fashion» The Fashion Encyclopaedia Of Ahmedabad

બાદશાહી ઠાઠ અને જાજરમાન ઠસ્સો : અમદાવાદી ફેશનનું A ટુ Z

Divyabhaskar.com | Apr 13, 2017, 14:59 PM IST

  • બાદશાહી ઠાઠ અને જાજરમાન ઠસ્સો : અમદાવાદી ફેશનનું A ટુ Z,  fashion news in gujarati
લાઇફસ્ટાઇલ ડેસ્કઃગુજરાતના તાજના કિમતી રત્ન સમાન Ahmedabad શહેર, તમામ ગુજરાતીઓનું અભિમાન છે. હેરિટેજ અને વાઇબ્રન્ટ કલ્ચરના બંદર આ શહેરમાં અનેક રંગો, અવનવી ખુશ્બો અને ફેશનની અનેક વિવિધતા જોવા મળે છે. અહીં જાણો, તમને અમદાવાદના ખૂણે ખૂણે ફેશનેબલ શોપિંગ કરી શકો તેવા એરિયાની માહિતી આપી રહ્યું છે. 
 
1. Bandhini: ગુજરાતની મોસ્ટ આઇકોનિક ટેક્નિક એટલે કે, બાંધણીને પ્રાચીનકાળથી તૈયાર કરવામાં આવે છે, જેમાં સુંદર tie-and-dye પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. નવવધૂના પોશાકથી માંડીને સ્ટાઇલિશ ઇન્ડિયન એથનિક વિઅરમાં બાંધણી સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. બાંધણીની શોપિંગ તમે જૂના અમદાવાદમાં કરી શકો છો. ખાસ કરીને Rani No Haziro, સિંધી માર્કેટમાં બાંધણીના અનેક પ્રકારો મળી જશે. આ માર્કેટમાં traditionally authentic બાંધણી તમને સરળતાથી મળી રહેશે. 
 
2. Saris:ભારતના તમામ પ્રદેશોમાં સાડી તૈયાર કરવાની રીત અલગ અલગ હોય છે, જેમાં ગુજરાતની સાડીઓ દુનિયાના તમામ ખૂણે વખણાય છે. જો તમારે ટ્રેડિશન અને ટિપિકલ ગુજરાતી સ્ટાઇલની સાડીઓ ખરીદવી હોય તો, Sindhi market અને Tin Darwaja marketની મુલાકાત લેવાનું ચૂકશો નહીં. આ સિવાય તમે Saraspur અને Panchkuvaમાં પણ સાડીઓની અલગ અલગ ડિઝાઇન જોઇ શકો છો. અહીં ટ્રેડિશનલ સાડીઓની એટલી વિશાળ રેન્જ જોવા મળે છે, જે ખરીદતા પહેલા તમે કઇ સાડી ખરીદવી તે બાબતે ચોક્કસથી ગુંચવાઇ જશો. ડિઝાઇન્સમાં તમે મોર્ડન અને ટ્રેન્ડી ઓપ્શન જોઇતાં હોય તો અમદાવાદમાં તેના પણ ઓપ્શન છે. જેમ કે, CG Road, Mithakali, Judge's Bungalow,  Ashram Road ખાતે આવેલા જાણીતા સ્ટોર્સમાં વિવિધ સાડીઓ મળી રહેશે. 
 
3. Handloom and Handicraft: ગુજરાતની ફેશન સમૃદ્ધ અને બહુમુખી handlooms વગર તો પુર્ણ થઇ જ ના શકે. Handloomsની ખરીદી માટે તમે Law Garden marketની મુલાકાત લો. આ ફ્લિ માર્કેટ છે, જે સાંજના સમયે ભરાય છે. લો ગાર્ડનમાં તમે હેન્ડલુમ અને હેન્ડિક્રાફ્ટ્સની વિશાળ રેન્જ જોઇ શકો છો. આ સિવાય Gujarat College road, Nehrunagar Road અને CG roads રોડ સાઇડ શોપિંગ માટેના બેસ્ટ ઓપ્શન છે. 
 
4. Designers’ Space:મોર્ડન અમદાવાદમાં દરેક ફેશનિસ્ટા માટે સુંદર ડિઝાઇનરવિઅર મળી રહે છે. Mithakali, Ambawadi, CG Road, Bodakdev ઉપરાંત Satellite, SG highway બેસ્ટ શોપિંગ ડેસ્ટિનેશન્સ છે. આ સ્થળોમાં મોર્ડન pret અને couture boutiques જોવા મળશે, જ્યાં ક્લાયન્ટ્સની તમામ લક્ઝરી જરૂરિયાતો પુર્ણ થાય છે. 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The Fashion Encyclopaedia Of Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended