Home »Lifestyle »Fashion» Kareena Kapoor Khan Looks Like A Dream In This Latest Photoshoot

પ્રેગ્નન્સી બાદ Kareenaએ કરાવ્યું મેગેઝીન શૂટ, બતાવ્યો શાહી બેગમ અંદાજ!

Divyabhaskar.com | May 14, 2017, 07:10 AM IST

  • Asiana મેગેઝીનના કવર પર Kareena Kapoor Khanનો Monga's UKના એક રૉયલ બ્લૂ ગાઉનમાં પોઝ

લાઇફસ્ટાઇલ ડેસ્કઃKareena Kapoor Khan બોલિવૂડની બેગમ છે અને આ વાતમાં કોઇ બેમત નથી. પોતાની ડિલિવરી બાદ તે અત્યારે ભલે ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સતત કામ કરી રહી છે. એક પછી એક ઇવેન્ટ્સ અટેન્ડ કરી રહી છે, ફોટોશૂટ્સ કરાવી રહી છે અને પાર્ટીઝ પણ કરી રહી છે. 
 
હાલમાં જ Kareena દુબઇ પહોંચી UK બેઝ્ડ મેગેઝીન Asiana માટે ફોટોશૂટ કરાવવા અને તેણે એક ચાની બ્રાન્ડ માટે Goaમાં પણ ફોટોશૂટ કરાવ્યું. આ દરમિયાન તેણે મેનેજર Poonam Damaniaનો બર્થડે પણ સેલિબ્રેટ કર્યો. 
 
Asiana મેગેઝીનના કવર પર Kareena જોવા મળે છે Mongas UKના એક રૉયલ બ્લૂ ગાઉનમાં જેના સ્કર્ટ એરિયા પર ફ્લોરલ એમ્બ્રોયડરી છે અને બોલેરો સ્લિવ્સ પણ. આ લુકને સ્ટેટમેન્ટ જ્વેલરી અને સોફ્ટ કર્લ્સની સાથે કમ્પલિટ કર્યો. જ્યારે ગોવામાં ચાની બ્રાન્ડની પ્રમોશનલ ઇવેન્ટ પર Kareena જોવા મળી Raw Mangoના રૉયલ બ્લૂ લહેંગામાં. 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kareena Kapoor Khan looks like a dream in this latest photoshoot
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended