Home »Lifestyle »Fashion» Bizarre Trend : Its Time To Go Clear With These Plastic Jeans

બધું જ આરપાર દેખાવા છતાં ધૂમ વેચાય છે આ જીન્સ

Divyabhaskar.com | May 03, 2017, 11:42 AM IST

  • આ ક્લિયર પ્લાસ્ટિક જીન્સને ઓનલાઇન સ્ટોર Topshopએ લૉન્ચ કર્યુ છે.
 
લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જીન્સના મામલે દરરોજ કોઇને કોઇ નવા અથવા અજીબ ટ્રેન્ડ સામે આવી રહ્યા છે. માટીના ડાઘ લાગેલા જીન્સ અને પાછળની તરફ ઝિપવાળા જીન્સ બાદ હવે માર્કેટમાં આવ્યા છે ક્લિયર પ્લાસ્ટિક જીન્સ, જેમાંથી બધું જ આરપાર દેખાય છે. આ જીન્સ પ્લાસ્ટિકમાંથી તૈયાર કરવામાં આવ્યું છે, હાલમાં જ એક ઓનલાઇન સ્ટોર Topshopએ તેને લૉન્ચ કર્યુ છે. 
 
 
 
આ ઓનલાઇન સ્ટોરનું કહેવું છે કે, આ ક્લિયર પ્લાસ્ટિક જીન્સની સાથે કંઇક વિચાર લોકો સામે મુકવામાં આવે. કંપની ઇચ્છે છે કે, લોકો આ વિશે વાત કરે અને આવું થઇ પણ રહ્યું છે. લોકો આ અજીબ જીન્સ ટ્રેન્ડને જોઇને આશ્ચર્યમાં મુકાઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન શૅર કરી રહ્યા છે. આ જીન્સ પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા બાદ પણ તે દરેક સાઇઝમાં Sold out પણ થઇ ગયા છે. 
 
આ જીન્સને ધોવાની જરૂર નથી, તેને સાફ કરવા માટે માત્ર તમારે તેને કપડાંથી લૂછી નાખવાનું રહેશે. પ્લાસ્ટિકનું જીન્સ હોવાના કારણે તે સ્ટેન પ્રૂફ છે. આ જીન્સની કિંમત 100 ડૉલર (અંદાજિત 6425 રૂપિયા) છે. આ જીન્સની સાથે સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે, તેની નીચે શું પહેરવામાં આવે? સાઇટે આ જીન્સની એડમાં મોડલને જીન્સની નીચે શોર્ટ્સ પહેરાવીને પોઝ અપાવ્યા છે. 
 
(Fashion Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Lifestyle Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bizarre Trend : Its Time To Go Clear With These Plastic Jeans
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended