Home »Gujarat »Vishesh» Docter Ni Dayri Na Pane, Amitabh Bachchan Lession No 63

અમિતાભના જીવનની બે અકલ્પનીય ઘટના: ફિયાટથી મર્સિડીઝ સુધીની સફર

Dr. Sharad Thakar | Jan 25, 2013, 00:05 AM IST

ડોક્ટરની ડાયરીના પાને: અમિતાભ બચ્ચન પ્રકરણ નં. ૬૩

મારી અંગત જિંદગીનું અમિતાભ બચ્ચનની કારકિર્દીના ગ્રાફ સાથે એક આત્મિયતાભર્યું અનુસંધાન રહ્યું છે. હું જ્યારે હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કરવામાં હતો ત્યારે અમિતાભ એમની કોલકાતાની નોકરી પૂરી કરી રહ્યા હતા. હું કોલેજમાં અને યુવાનીમાં પગ મૂકી રહ્યો હતો, ત્યારે અમિતાભ રૂપેરી પડદે પદાર્પણ કરી રહ્યા હતા. મારા સોનેરી વર્ષો મેડીકલ કોલેજમાં અભ્યાસ કરવાના વર્ષો હતા, બરાબર એ જ સમયે અમિતજી હિન્દી ફિલ્મોના 'એંગ્રી યંગ મેન' તરીકે પોતાનો સોનેરી સમય માણી રહ્યા હતા.

એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા પછી હું જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરીને મારી જાતને એક સામાન્ય ડોક્ટરમાંથી કન્સલ્ટન્ટ સ્પેશિયાલિસ્ટ બનાવી રહ્યો હતો, ત્યારે અમિતજી પણ પોતાની સ્થાપિત અભિનય કારકિર્દીને પ્રયોગાત્મક અને કમર્શિયલ ફિલ્મો વડે ઘનીભૂત બનાવી રહ્યા હતા.

જ્યારે હું અભ્યાસ પૂર્ણ કરીને ઘર-પરિવારથી દૂર નાનાં ટાઉનમાં એકલો રહીને 'જોબ' કરતો હતો, ત્યારે અમિતાભ 'કૂલી'ના સેટ પર પુનિત ઇસ્સારનો મુક્કો ખાઇને જિંદગી ને મોત વચ્ચે ઝોલા ખાઇ રહ્યા હતા. એ પછી હું મારા પરિવાર સાથે પાછો જોડાઇને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં પરોવાયો, જ્યારે અમિતજી એમની તમામ 'ઇતર' પ્રવૃત્તિઓને 'બાય-બાય' કહીને જયાજી અને પૂરા પરિવાર સાથે પૂન:જોડાઇ રહ્યા હતા.

જિંદગી નદીના પ્રવાહની જેમ વહેતી રહે છે. એમાં પાણીની વધ-ઘટ થતી રહે છે, પ્રવાહને વળાંકો આવતા રહે છે, પણ પ્રવાસ ચાલુ રહે છે. અમિતજીની જિંદગીનો પ્રવાહ પણ વહેતો રહે છે; સાથે કારકિર્દીનો પ્રવાસ પણ.

અમિતજી લાંબી રેસનો ઘોડો સાબિત થયા છે. એમના કરતાં વધુ લાંબી (અને સાથે સાથે સફળ પણ ગણાય તેવી) સક્રિય કારકિર્દી ખૂબ ઓછા કલાકારો હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભોગવી શક્યા છે. એમાં મુખ્ય નામો લતા મંગેશકર, ગીતકાર મજરૂહ સુલતાનપુરી, સંગીતકાર લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને દિલીપકુમારના મૂકી શકાય. સંગીતકાર નૌશાદજી, દિગ્દર્શક કેદાર શર્મા, અભિનેતા દેવ આનંદ જેવા અનેક કલાકારો જીવ્યા તો ખૂબ લાંબુ, પણ કારકિર્દીની પૂરાણી જાહોજલાલીનો માત્ર પડછાયો બની રહ્યા. આ યાદીમાં એક માત્ર અપવાદ જેવું નામ પ્રાણ સાહેબનું છે. છેક ચાલીસના દાયકામાં લાહોરમાં 'યમલા જટ' ફિલ્મથી હીરો તરીકે રૂપેરી પડદે ચમકનારા આ પ્રતિભા સંપન્ન કલાકાર 1947માં દેશના વિભાજન પછી ભારતમાં આવીને ખલનાયક બની ગયા. ખૂંખાર ખલનાયક. અને પછી 1965માં 'ઉપકાર' ફિલ્મથી તેઓ ચરિત્ર અભિનેતા બની ગયા અને જ્યાં સુધી પગ ઉપર ઊભા રહી શકતા હતા, ત્યાં સુધી કામ કરતા રહ્યા. અને કામ પણ કેવું ?! સુપર સ્ટાર અમિતાભ બચ્ચનને બરાબરની ટક્કર આપે તેવું. હાલમાં પ્રાણ સાહેબ પથારીગ્રસ્ત છે. નર્વસ નાઇન્ટીઝનો ભોગ ન બની જાય તો સેન્ચૂરી મારનાર તેઓ બીજા કલાકાર હશે. (ઝોહરા સેહગલ પછીના.)

અમિતાભના જીવનની બે અકલ્પનીય ઘટના વાંચવા તસવીરો બદલતાં જાવ...

ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૬૧
ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૬૦
ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૯
ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૮
ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૭
ડોક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૬
ડૉક્ટરની ડાયરીના પાને : અમિતાભ બચ્ચન, પ્રકરણ - ૫૫

(Vishesh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: docter ni dayri na pane, amitabh bachchan lession no 63
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended