Home »Gujarat »Power & People» Success Story Of England Based Just Egg Company Gujarati Owner Pankaj Pancholi

વલસાડનો યુવાન એક સમયે કરતો નોકરી, આજે ઈંગ્લેન્ડમાં વર્ષે વેચે છે 50 Cr.ના ઈંડા

divyabhaskar.com | Jan 12, 2017, 22:30 PM IST

અમદાવાદ:ગુજરાતીઓ આજે દેશ સહિત વિદેશના ખૂણેખૂણે વસે છે. પોતાના ખંત-મહેનત અને ધીરજથી ગુજરાતી લોકો વિદેશમાં અનેક મોટા બિઝનેસ સ્થાપી શક્યા છે. આવા જ એક ઈંગ્લેન્ડની પ્રખ્યાત ઈંડા કંપનીના ગુજરાતી માલિક પંકજ પંચોલી છે. વલસાડના ગડત ગામના પંકજ પંચોલીએ ગુજરાતમાં શિક્ષણ લીધા બાદ ઈંગ્લેન્ડની વાટ પકડી હતી. ગુજરાતમાંથી માઈક્રોબાયોલોજી સાથે બેચલરની ડીગ્રી લીધા બાદ પિતા પાસે ઈંગ્લેન્ડ ગયેલા પંકજભાઈએ શરૂઆતમાં લેબોરેટરી ટેકનીશિયન તરીકે મહિને માત્ર 280 પાઉન્ડ(આશરે 22 હજાર)માં વેફર્સ બનાવતી કંપનીમાં નોકરી કરી. થોડા સમયમાં ઈંડાની ફેક્ટરીમાં ટેકનીકલ મેનેજર તરીકે નોકરીએ જોડાયેલા પંકજ પંચોલીએ 14 વર્ષ નોકરી કરી. નોકરીમાં 14 વર્ષના અનુભવ અને માર્કેટમાં ઓળખાણથી આજે તેઓ પોતાની Just Egg નામની કંપની દ્વારા 50 કરોડ જેવો બિઝનેસ કરે છે.
આગળ વાંચો ઈંગ્લેન્ડભરમાં ફેલાવેયા Just Eggમાલિક પંકજ પંચોલીની સફર....
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Success Story of England Based Just Egg Company Gujarati Owner Pankaj Pancholi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended