Home »Gujarat »Power & People» Know About Rahul Shukla Who CEO Of S S White Technology

હાથમાં હતા ફક્ત 4 લાખ રૂપિયા, આ ગુજરાતીએ ખરીદી લીધી 40 કરોડની કંપની

divyabhaskar.com | Jan 20, 2017, 20:04 PM IST

અમદાવાદ:દેશ-વિદેશમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા મોટાભાગના લોકો કંપની બંધ કે વેચાવાની તૈયારીમાં હોય ત્યારે અન્ય જગ્યાએ સેફ નોકરીની શોધ શરૂ કરી દેતા હોય છે. પણ મૂળ સુરેન્દ્રનગરના રાહુલ શુક્લા આ બાબતે જરા અલગ તરી આવે છે. ગુજરાતમાંથી અભ્યાસ કરી ન્યુજર્સીની એસ એસ વ્હાઈટ ટેકનોલોજી કંપની સાથે કામ કરતા રાહુલ શુક્લાએ પોતાની પાસે છ હજાર ડોલર હોવા છતા SSWT કંપનીને 60 લાખ ડોલરમાં ખરીદી લીધી હતી. જો કે આજે તેઓ અરબો રૂપિયાના માલિકની સાથે SSWTનાં પ્રેસિડન્ટ અને સીઈઓ છે. 
 
 
ગુજરાતથી અમેરિકા ગયેલા રાહુલ શુક્લાએ એક સમયે સિક્યુરીટી ગાર્ડ અને વેઈટર તરીકે પણ નોકરી હતી. હંમેશા કંપનીના કર્મચારીઓને સાથે લઈને કામ કરતા રાહુલ શુક્લાએ ડીસેમ્બર-2016માં પોતાની ન્યુજર્સી સ્થિત એસ એસ વ્હાઈટ ટેકનોલોજી કંપનીના 123 કર્મચારીઓને 1000-1000 ડોલર(આશરે કુલ 83 લાખથી વધારે રૂપિયા)નું બોનસ આપ્યું હતું.

- કંપની ખરીદવા માટે લાગ્યો નવ મહિનાનો સમય

- રાહુલ શુક્લાએ 1971માં અમેરિકામાં ઈન્ડસ્ટ્રીયલ એન્જિનિયરમાં એમએસ કર્યાં બાદ પીએચડીનો અભ્યાસ શરૂ કર્યો.
- Rutgers Universityમાં PhD કરી રહેલા રાહુલ વર્ષ 1973માં SSWT કંપનીમાં સ્વીકારી ક્વોલિટી ઈન્પેક્ટરની નોકરી.
- સતત પીછેહઠ કરી રહેલી ન્યુજર્સીની SSWTને વર્ષ 1988માં રાહુલ શુક્લાએ ખરીદવા તૈયારી બતાવી.
- કંપની ખરીદવા 60 લાખ ડોલર(આશરે 40 કરોડ રૂપિયા) જરૂરીયાત હતી.
- આ અંગે પત્નીને વાત કરતા તેઓએ પોતાની પાસે બચતના માત્ર 6 હજાર ડોલર(4 લાખ રૂપિયા) હોવાનું જણાવ્યુ હતું.
- જો કે પોતાના નિર્ણય પર મક્કમ રાહુલ માટે 40 કરોડ રૂપિયા એઠકા કરવા લોઢાના ચણા ચાવવા બરાબરનું કામ હતું.
- કંપની ખરીદવાના પૈસા એકઠા કરવા અને બેન્કને પોતાના પ્રોજેક્ટ સમજાવતા નવ મહિના જેટલો સમય લાગ્યો.
- કંપની ટેકઓવર કર્યાં બાદ રાહુલ શુક્લાનું ધ્યાન માત્ર ઈનોવેશન અને ટેકનોલોજી પર હતું.
- કંપનીના માળખામાં મોટાપાયે ફેરફાર કર્યાં બાદ તેમણે નવી પેઢીના રિસર્ચમાં પૈસા લગાવ્યા.
- આજે એસ એસ વ્હાઈટ ટેકનોલોજી કંપનીના 97 ટકા ફ્લેક્સિબલ રોટરી શાફ્ટ્સ અને સર્જિકલ સાધનો પ્લેન અને સ્પેસ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાય છે.
- તેમજ કંપનીએ ભારત બ્રિટન અને અમેરિકામાં મેન્યુફેક્ચરીંગ અને માર્કેટિંગની સુવિધાઓ વિકસાવી છે.
 
આગળ વાંચો કોણ છે રાહુલ શુક્લા, પિતા-પુત્રએ લખી છે Measure of a Man બુક
(Power & People Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About Rahul Shukla Who CEO of S S White Technology
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended